ઉ.પ્રદેશમાં વૃદ્ધ પુરુષ સાથે મારા-મારી,પેશાબ પીવા મજબૂર કરતા ખળભળાટ

લથનૌ-

ઉત્તર પ્રદેશનાં લલિતપુરમાં હવે એક દલિત વૃદ્ધ અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હોવાનુ સામે આવી રહ્યું છે. તેમને બળજબરીથી પેશાબ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 65 વર્ષીય દલિત વૃદ્ધને સોમવારે રાત્રે એક વ્યક્તિએ કથિત રીતે માર માર્યો હતો અને પેશાબ પીવાની ફરજ પાડી હતી. વૃદ્ધ પુરુષનો આરોપ છે કે તેણે ગત સપ્તાહે આરોપીઓ વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો, જેને હમલવારે પાછો ખેંચી લેવા માટે તેમને ઢોર માર માર્યો હતો.

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી રાજ્યની યોગી આદિત્યનાથ સરકાર ઉત્તરપ્રદેશમાં દલિતો સામેનાં ગુનાહિત કેસોને લઈને સવાલોથી ઘેરાયેલી છે. હવે દલિત વડીલો પર થયેલા હુમલાને લઇને વિસ્તારમાં રોષ જાેવા મળી રહ્યો છે, લોકો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. રોડા ગામનાં રહેવાસી ૬૫ વર્ષીય અમરનો દાવો છે કે સોનુ યાદવ નામનાં શખ્સે તેમને કપમાં ભરીને તેનું પેશાબ પીવા માટે દબાણ કર્યો હતો. વૃદ્ધ પુરુષે કહ્યું કે, 'સોનુ યાદવે થોડા દિવસો પહેલા મારા પુત્ર પર કુહાડીથી હુમલો કર્યો હતો અને અમે તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી. જેનાથી ગુસ્સે આવી જતા તેણે ગઈકાલે રાત્રે મને તેનો પેશાબ પીવાની ફરજ પાડી હતી, જ્યારે મેં ના પાડી ત્યારે તેણે લાકડીઓ વડે હુમલો કર્યો. તે ઈચ્છતો હતો કે અમે તેની સામે નોંધાયેલી ફરિયાદ પાછી ખેંચી દઇએ.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution