જકાર્તા-
ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા પાસેની એક જેલમાં ભીષણ આગ લાગવાથી 41 જેટલા કેદીઓ ભુંજાઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું કે આજે સવારે જકાર્તામાં તંગેરાંગ આગ લાગવાને કારણે 41 લોકોનાા મોત થયા છે તો 31 લોકો ઘાયલ થયા છે.
ઈન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતમાં મધરાતે એક જેલમાં ભીષણ આગ લાગતા 41 જેટલા કેદીઓના મોત થઇ ગયા છે. અનેક કેદીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તંગરેંગ જેલના બ્લોકમાં રાતે લગભગ 1થી 2 વાગ્યાની વચ્ચે આ આગ લાગી હતી.આગ કઇ રીતે લાગી તેની તપાસ થઈ રહી છે. બેન્ટન પ્રાંતની તંગરેંગ જેલના બ્લોક Cમાં ક્ષમતા કરતા વધુ કેદી રાખવામાં આવ્યાં હતા. આ બ્લોકમાં 122 કેદી રાખવાની ક્ષમતા છે પરંતુ અહીં વધુ કેદી હતી, જેલના આ બ્લોકમાં નશીલી દવાઓ સંબંધિત ગુનો કરનારા કેદીઓને રાખવામાં આવ્યાં હતા. અકસ્માતમાં અનેક કેદીઓ ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ આગ પર કાબૂ મેળવીને બ્લોક C ને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે.