ચીનમાં ૧૪ માળની ઈમારતમાં ભીષણ આગ:૧૬ લોકો ભડથું


બીજીંગ:ચીનના દક્ષિણ-પશ્ચિમ શહેર ઝિગોંગમાં આવેલા એક શોપિંગ મોલમાં ભીષણ આગ ફાટી નીકળતા ૧૬ ના મોત થયા હતા. માહિતી અનુસાર ૧૪ માળની ઈમારતમાં આગ લાગતા કેટલાય લોકો આંખના પલકારામાં ભડથું થઈ ગયા હતા. વીડિયોમાં જાેઈ શકાય છે કે મહિલા પોતાનો જીવ બચાવવા કૂદકો મારવાનો પ્રયત્ન કરી રહ્યો છે. સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં જ્યાં આગ લાગી હતી તે મોલમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, રેસ્ટોરાં અને મૂવી થિયેટર તેમજ ઘણી કંપનીઓની ઓફિસો હતી. ભીતિ છે કે આગ બધે ફેલાઈ શકે છે.

આગ ફાટી નીકળવાની માહિતી મળતાની સાથે જ ૩૦૦ ઈમરજન્સી ટીમ અને ડઝનબંધ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈમરજન્સી વર્કર્સે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને લગભગ ૩૦ લોકોને બિલ્ડિંગમાં લાગેલી આગમાંથી બચાવી લીધા હતા. સ્થાનિક અધિકારીઓને ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાંધકામનું કામ ચાલું હતું, જેના કારણે સ્પાર્ક ફાટી નીકળ્યો અને પછી આગ ફાટી નીકળી.

ચીનના ઈમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે આગનું કારણ શોધવા માટે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution