ફીલગુડ રિટર્ન્સ  સેન્સેક્સ ૭૫૦૦૦, ચાંદી ૧ લાખને પાર


મુંબઇ:વૈશ્વિક શેરબજારોના સથવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જાેવા મળ્યો છે. સેન્સેક્સ ૧૩ દિવસ બાદ ફરી ૭૫૦૦૦નું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યો છે. નિફ્ટી ૨૦૦થી વધુ પોઈન્ટ ઉછળી ૨૨૭૫૨.૪૫ પર ટ્રેડ થઈ રહ્યો છે. મોર્નિંગ સેશનમાં આઈટી, બેન્કિંગ, એફએમસીજી, ફાઈનાન્સિયલ સર્વિસિઝ, ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, પાવર, રિયાલ્ટી, ટેક્નોલોજી, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. શેરબજારમાં મોટા ઉછાળા સાથે રોકાણકારોની મૂડીમાં રૂ. ૪ લાખ કરોડનો સુધારો જાેવા મળ્યો છે.

શેરબજારમાં ફેબ્રુઆરીથી શરૂ થયેલી મંદીના માહોલ વચ્ચે અગાઉ ૨૧ ફેબ્રુઆરી સુધી સેન્સેક્સ ૭૫૦૦૦નું લેવલ જાળવી શક્યો હતો. ૨૧ ફેબ્રુઆરીના રોજ ૭૫૩૧૧.૦૬ પર બંધ આપ્યા બાદ વોલેટિલિટી વધતાં ૭૫૦૦૦નું લેવલ ગુમાવ્યું હતું. ત્યારબાદ છેક આજે ૧૩માં ટ્રેડિંગ સેશનમાં ૯૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે ૭૫૦૦૦ના લેવલે કારોબાર થઈ રહ્યો છે.

માર્કેટ નિષ્ણાતના મતે, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થતાં શેરબજારમાં ઉછાળો જાેવા મળ્યો છે.

અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જાેવા મળી છે. જાે કે, ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓના કારણે નજીકના ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી જળવાઈ રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution