ભાવનગર-
ગુજરાતમાં કોરોના કરતા કોરોનાનો ભય વધુ ઘાતક બની રહ્યો છે. અહીં લોકો કોરોનાથી તો મારી જ રહ્યા છે, સાથે સાથે કોરોનાના ભયને લીધે પણ આપઘાત કરી રહ્યા છે. ત્યારે આવમાં રાજકોટ બાદ હવે ભાવનગરમાં કોરોના સંક્રમિત યુવકે હોસ્પિટલના ત્રીજા માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
આ મામલે મળતી માહિતી અનુસાર, ભાવનગરની સર ટી, હોસ્પિટલના ત્રીજા માળે કોરોનાની સારવાર રહેલા લઈ રહેલા દર્દીએ પડતું મૂકતા મોત થયુ છે. આ ઘટનામાં દર્દીના પરીવારે હોસ્પિટલ તંત્ર સામે બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. દર્દીને ભાગવાની ટેવ હોવા અંગે હોસ્પિટલને જાણ કરવા છતા તેની યોગ્ય કાળજી ન લેવાતા પડતુ મૂક્યાનુ પરિવારે આક્ષેપ કર્યો છે. આ પહેલા રાજકોટમાં વધુ એક કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો છે. સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલ પોઝિટિવ દર્દીએ ચોથા માળેથી ઝંપલાવી જીવન ટૂકાવ્યુ છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અગાઉ શહેરમાં સમરસ હોસ્ટેલમાં અને હોમ આયસોલેટ પોઝિટિવ દર્દી આપઘાત કર્યાના બનાવ બન્યા છે.