ભરૂચ, દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે બર્ડ ફલૂ નામના રોગે દસ્તક આવતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ભરૂચના વેજલપુર નજીક બમાણીયા ઓવારા વિસ્તારમાં ૨૦ થી વધુ કાગડાઓના અચાનક મોતથી સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશતનો ભય જાેવા મળ્યો હતો. તો પશુપાલન વિભાગે મૃત કાગડાઓના મૃતદેહને પૂણા ખાતેની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
અચાનક નદી કાંઠા વિસ્તારમાં કાગડાઓના મોત બાદ તંત્ર દ્વારા શહેરી વિસ્તાર તેમજ નદી કાંઠાના વિસ્તારમાં સર્વેની કામગીરી ચુસ્ત કરવામાં આવી છે અને વહેલી સવારથી જ પશુપાલન વિભાગની અલગ અલગ ટીમો સર્વેની કામગીરીમાં જાેતરાઇ હતી. મહત્ત્વનું છે કે કાગડાઓના મોત અંગે લેબમાંથી રિપોર્ટ બાદ જ કહી શકાય કે તેઓના મૃત્યુ બર્ડ ફલૂના કારણે છે કે પછી અન્ય કોઇ કારણસર, હાલ તો તંત્ર રિપોર્ટ આવે તેના પર દારોમદાર રાખી રહ્યું છે. જાેકે ભરૂચમાં બર્ડ ફલૂ ન ફેલાય તે માટે તંત્ર બાજ નજર રાખી બેઠું છે. જાે મૃત કાગડાઓને બર્ડ ફલૂ જાહેર થાય તો ભરૂચમાં આવેલ મરઘાં કેન્દ્ર ચલાવનારાઓના જીવ તાળવે આવી જાય તેવી દહેશત સેવાય રહી છે.