ગ્વાલિયર-
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ર્નિભયાકાંડ જેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ આરોપી પર હચમચાવી દે એવો આરોપ લગાવ્યો છે. એક વ્યક્તિએ મહિલાને ફેક્ટરીમાં કામ કરાવવાની વાત કહીને ગાડીમાં બેસાડી અને પછી ચાલતી કારમાં તેની સાથે રેપ કર્યો હતો. ત્યાર પછી આરોપીએ મહિલાને હોટલમાં લઈ જઈને ફરી તેની સાથે રેપ કર્યો હતો.
ગ્વાલિયર જિલ્લાના ગામ કુલૈથની એક મહિલા સાથે દુષ્કર્મ થયું છે. ત્યાં મહિલાએ એક વ્યક્તિ પર દુષ્કર્મ અને ડ્રાઈવર પર સહયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું છે કે રામબાબુ ગુર્જર તેને ફેક્ટરીમાં કામ કરાવવાના બહાને ગ્વાલિયરમાં પ્રાણી સંગ્રહાલયની સામે પોતાની ટવેરા ગાડીમાં લઈ ગયાં અને પછી ચાલતી ગાડીમાં તેની સાથે રેપ કર્યો હતો. આ દરમિયાન ડ્રાઈવર ગાડી ચલાવતો રહ્યો હતો અને માલિક રેપ કરતો રહ્યો હતો. ત્યાર પછી રામબાબુ તેને જબરદસ્તી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં પણ તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો.
મહિલાએ પોલીસ સ્ટેશન જઈને આ વિશે ફરિયાદ નોંધાવી. ત્યાર પછી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે આરોપી રામબાબુ ગુર્જર અને તેના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. ડીએસપી ક્રાઈમ બ્રાન્ચ વિજય ભદૌરિયાએ જણાવ્યું હતું કે એક મહિલાએ સોમવારે ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે કારમાં રેપ કરવામાં આવ્યો અને ત્યાર પછી હોટલમાં પણ તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. મહિલાની ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.