અમદાવાદ-
ગુજરાત ના જુદાજુદા વિસ્તારમાં ચાલુ રહેલા ભુકંપ ના આચકા વચ્ચે આજે ફરી એકવાર કચ્છ ની ધરા ધ્રુજી ઉઠી હતી અને કચ્છ માં વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવતા લોકો માં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને લોકો પોતાના ઘરો માંથી બહાર દોડી આવ્યા હતા.
વિગતો મુજબ કચ્છ ના દયાપરમાં 3.4 અને ખાવડા વિસ્તારમાં 3.3ની તીવ્રતા સાથે ના ભુકંપ ના ઝટકા આવ્યા હતા, આ ભુકંપ અંગે જાણવા મળતા અહેવાલો મુજબ કચ્છ ની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આવ્યાં આંચકા આવ્યા હોવાનું કહેવાય છે.