દિલ્હી-
નોઈડા સેક્ટર 34 ના ગ્રીન બેલ્ટમાં એક ખાનગી શાળાની નજીકથી મળી આવેલા બે માસૂમ બાળકોની હત્યા કયા કારણથી કરવામાં આવી હતી, તેનું રહસ્ય ઉકેલી શકાય તેમ નથી. પરંતુ માસૂમોની હત્યા તેમના પિતા દ્વારા કરવામાં આવી છે, આ બાબત પોલીસ સ્ટેશન ફેઝ 3ના બસઇ ગામના ખંડહરમાં ફાંસીએ લટકેલા પિતા મહેશ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં સાબિત થઇ ગયું છે. જેમાં તેણે સુસાઈડ નોટમાં બન્ને બાળકો અને તેના મૃત્યુની જવાબદારી સ્વીકારી છે. પોલીસ દ્વારા મહેશનો મૃતદેહ બસઇ ગામના ખંડહરમાં લટકતો મળી આવ્યો હતો. જ્યારે બે દિવસ પહેલા બન્ને બાળકોના મૃતદેહ સેક્ટર -34 સ્થિત શાળા નજીકથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. પોતાના બે માસૂમ બાળકોની હત્યા કર્યા બાદ પિતાનો મૃતદેહ ફાંસીથી લટકતો જોવા મળ્યો હતો. સુસાઇડ નોટમાં અધૂરું સત્ય બહાર આવ્યું છે. જે કાગળ પર સુસાઈડ નોટ લખી હતી, તે મૃતકની પગાર સ્લિપ હતી. મહેશ નોઈડાના થાના ફેઝ 2 વિસ્તારમાં આવેલી એક એક્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો. તેણે પોતાની સેલેરી સ્લિપ પર મોતનું કારણ લખીને બાળકોને મારી નાખ્યા બાદ પોતાને ફાંસી આપી દીધી.