અમદાવાદ-
શહેરમાં મહિલાઓ પરના અત્યાચાર સતત વધી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વંશ વધારવા સસરાએ પુત્રવધૂ સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. અમદાવાદની 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીના લગ્ન એક દિવ્યાંગ યુવક સાથે થયા હતા. પરંતુ આ યુવક વંશ વધારવા માટે સક્ષમ ન હતો. જેથી લગ્ન બાદ સસરાની નજર પુત્રવધૂ પર બગડી હતી અને દોઢ વર્ષ સુધી આ પીડિતા શોષણનો ભોગ બનતી રહી.
પીડિતાએ તેના સાસુ અને પતિને સસરાની કરતૂતોની જાણ કરી હતી. પરંતુ તે માનસિક અસ્થિર હોવાથી તેની વાત કોઈએ માની નહી. ઉલટાનું તેના સાસુ અને પતિ પણ આ મામલે તેને માનસિક ત્રાસ આપવા લાગ્યા. ત્યારબાદ આ યુવતીએ તેના પિયરમાં પણ આ વાત કરી હતી પરંતુ તેમનો પણ સહકાર મળ્યો નહીં. આખરે પીડિતાના પિયરિયાઓને બંને વચ્ચેની પ્રેમલીલાનું ફોન રેકોર્ડિંગ મળતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.હાલ પોલીસે આ ઓડિયો ક્લીપ FSLમાં મોકલી તપાસ હાથ ધરી છે તેમજ સસરા અને પુત્રવધૂનું મેડીકલ ચેકઅપ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.