ખેડૂતો બરછટ અનાજની ખેતી તરફ વળ્યા છે, જેમાં સારો નફો કમાઈ શકે


નવીદિલ્હી,તા.૧૭

ઘણા ખેડૂતો બરછટ અનાજની ખેતી તરફ પાછા ફરી રહ્યા છે, એવામાં શું તમને ખબર છે કે જાે તમે પણ બરછટ અનાજની ખેતી કરવા માંગો છો, તો તમને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી શકે છે.પરંપરાગત ખેતી સિવાય આ દિવસોમાં બરછટ અનાજની ખેતીનો ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સાથે જ ઘણા લોકો બરછટ અનાજના ઘણા ફાયદાઓ ગણાવી રહ્યા છે અને કહેવાય છે કે તેના સેવનથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહી શકે છે. આવી સ્થિતિમાં હવે ઘણા ખેડૂતો પણ બરછટ અનાજની ખેતી તરફ પાછા ફરી રહ્યા છે.સાથે જ શું તમને ખબર છે કે જાે તમે પણ બરછટ અનાજની ખેતી કરવા માંગો છો, તો તમને સરકાર તરફથી ગ્રાન્ટ પણ મળી શકે છે. અત્યારની ઋતુ પ્રમાણે ખેડૂતો મકાઈની ખેતી કરી રહ્યા છે અને આ ખેતી માટે ખેડૂતોને ઘણી મહેનત કરવી પડે છે. જાે એક અંતે આ ખેતીમાં ખેડૂતો વધુ નફો નથી મેળવી શકતા.

એવામાં હાલ ખેડૂતો બરછટ અનાજની ખેતી તરફ વળ્યા છે, જેમાં ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે. આ સાથે જ બરછટ અનાજનો સ્વાસ્થ્યને પણ ઘણો લાભ મળે છે અને તેની ઓછી ઉપજને કારણે તેની બજારમાં સારી કિંમત મળે છે અને ખેડૂતોને નફો પણ નોંધપાત્ર મળી રહે છે.

આ બરછટ અનાજની ખેતી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં શક્ય છે અને આ માટે વરસાદની જરૂર નથી રહેતી. આ ઉપરાંત તેના ઉત્પાદન માટે વધુ પડતા ખાતરની જરૂર પણ નથી પડતી. આ સાથે જ જે ખેડૂત બરછટ અનાજની ખેતી કરવા માંગે છે એમને કૃષિ વિભાગ ખેતી માટે તાલીમ પણ આપે છે.આ માટે ખેડૂતો તેની અરજી કૃષિ સલાહકારને કરવાની રહેશે અને ખેતી માટે બીજ પણ આપશે. સાથે જ કૃષિ વિભાગ તેની ખેતી પર સબસિડી પણ આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution