વડાલીના થુરાવાસમાં ખેતમજૂર પર વીજળી પડતા મોત, એક ઘાયલ

ઈડર, સાબરકાંઠા જીલ્લામાં વડાલી તાલુકાના થુરાવાસમાં ખેતરમાં લીમડાના ઝાડ નીચે ઉભેલા ખેત મજુર પર વિજળી પડતાં એકનું મોત થયુ જ્યારે બીજા મજુરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો આ અંગે વડાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના થુરાવાસ ગામના પટેલ વિજય માધાભાઈના ખેતરોમાં ભાગમાં રહેલા ભાગીયા સોમવારે બપોરે વરસાદ ચાલુ હોવાથી ચારથી પાંચ ખેત મજુર લીમડાના ઝાડ નીચે ઉભા હતા તે દરમિયાન અચાનક વીજળી પડતા વીજળીના ધડાકાથી બીજા ખેત મજૂર ખેતરમાં દુર ફેંકાયા હતા અને બે મજુર પર વિજળી પડતાં ૧૪ વર્ષીય ડાભી કિરણ હદાભાઈ ગંભીર રીતે ઘાયલ થતાં વડાલીની આધ્યા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને પોશીના તાલુકાના સાલેરા ના ૨૧ વર્ષીય કિરણભાઈ રાઈસાભાઈ નું મોત થયું હતું જેમને પીએમ અર્થે વડાલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે વડાલી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution