એક રિપોર્ટના અનુસાર ખતરોં કે ખિલાડી રીલોડેડનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. રોહિત પોતાની આવનારી ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છે. તેથી તે હાલ આ શોના શોટિંગમાં હાજરી આપી શકે એમ નથી. એવામાં મેકર્સે ફક્ત બે અઠવાડિયાના એપિસોડ માટે ફરાહ ખાનનો એપ્રોજ કર્યો હતો. ફરાહે આ માટે તૈયારી દર્શાવી હોવાથી શૂટિંગ શરૂ થઇ રહ્યું છે.
ટચૂકડા પડદાનો જાણીતો રિયાલિટી શો ખતરોં કે ખિલાડી સીઝન ૧૦ પોતાના ફિનાલે વીકમાં પહોંચી ગયો છે. હવે આ સીઝન પછી ખતરોં કે ખિલાડી રીલોડેડ આવવાનો છે. આ શોને પહેલા રોહિત શેટ્ટી હોસ્ટ કરતો હતો પરંતુ તેનું સ્થાન હવે ફરાહ ખાને લીધું છે.
રોહિત શેટ્ટી પહેલા બે એપિસોડ માટેનું છે. રોહિત પહેલા બે એપિસોડને હોસ્ટ કરી શકે એમ ન હોવાથી તેના સ્થાને ફરાહ ખાનને ગોઠવી દીધી હોવાની વાત છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફરાહ ખાને સલમાન ખાનના બિગ બોસના થોડા એપિસોડની હોસ્ટ રહી હતી. સલમાનની વ્યસ્તતાને કારણે બિગ બોસ સીઝન આઠના ઘરની કમાન ફરાહે સંભાળી હતી.