અક્ષયકુમાર હાલમાં રાજસ્થાનના અજમેરમાં ફિલ્મ 'જૉલી એલએલબી ૩'નું શૂટિંગ કરી રહ્યો છે. એથી તેને જાેવા માટે તેના ફૅન્સ સેટ પર ધસી આવ્યા હતા. શૂટિંગની વચ્ચે અક્ષયકુમારે તેના ફૅન્સને નારાજ કર્યા નહીં. અક્ષયકુમારે એ બધા ફૅન્સ સાથે ગ્રુપ-ફોટો ક્લિક કર્યો હતો. સેટ પરના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એમાં તેઓને ઑટોગ્રાફ આપતો ફોટો પણ વાઇરલ થયો છે. તાપસી પન્નુ ગઈ કાલે ફોટોગ્રાફર્સ સાથે હળવી મસ્તીના મૂડમાં જાેવા મળી હતી. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં જાેવા મળે છે કે તાપસીને જાેતાં જ ફોટોગ્રાફર્સ તેને ફોટો માટે રિક્વેસ્ટ કરી રહ્યા છે. એ વિડિયોમાં ફોટોગ્રાફર્સ કહે છે, ‘તાપસીજી રુકો, તાપસીજી રુકો...’ તેમને જવાબ આપતાં તાપસી કહે છે, ‘આપ ક્યા પાર્ટી દે રહે હો.’ ફોટોગ્રાફર્સ કહે છે, ‘પાર્ટી તો તમે આપશો, કેમ કે તમે નવી ગાડી લીધી છે.’ એની સાથોસાથ લગ્ન માટે તેઓ તાપસીને કૉન્ગ્રેચ્યુલેશન્સ કહે છે.