મુંબઇ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેનની પુત્રી રિની સેનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયું છે. સુષ્મિતાએ ખુદ આ માહિતી પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા આપી છે. તેણે એક પોસ્ટ કરીને કહ્યું કે, 'મહેરબાની કરીને નોંધ ધ્યાન આપો , મારી પુત્રી રિનીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને એક વ્યક્તિએ હેક કર્યું છે, જેને હજી સુધી ખ્યાલ નથી હોતો કે રિની નવી શરૂઆતથી ખુશ છે!'
રિની એક શોર્ટ ફિલ્મમાં કામ કરી રહી છે. જેનું ટાયટલ સુટાબાજી છે. આ ફિલ્મમાં રિની દિવ્યા કુમારની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી છે, જેમાં રાહુલ વ્હોરા અને કોમલ છાબરા પણ તેની સાથે જોવા મળશે. બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને રિની સેન ખૂબ સારા મિત્રોછે. બંને એકબીજાની મિત્રતાનો ખૂબ આનંદ માણે છે. તાજેતરમાં, રિની સેને એક ફોટો ઇરા ખાન સાથે શેર કર્યો હતો, જેમાં ઇરા અને રિની બંને વચ્ચેની દોસ્તી સ્પષ્ટ દેખાઈ રહી હતી.