સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલે રાજકારણમાં એન્ટ્રી અંગે સંકેત આપતા કહ્યું કે..

અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને અંતિમ પ્રચારમાં ભાજપ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારો લાગી પડયા છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર એવા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અમદાવાદની મુલાકાતે હતા. જ્યાં તેઓએ કોંગ્રેસના ઉમેદવારો સાથે ઔપચારિક બેઠક કરી અને સ્થાનિક કક્ષાની કયા પ્રકારની ઉમેદવારી છે તે અંગેનો રિપોર્ટ મેળવ્યો હતો. ફૈઝલ પટેલે ઉમેદવારો સાથે બેઠક કર્યા બાદ તેઓને જીતનો વિશ્વાસ અપાવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે, નજીકના દિવસોમાં શું ફૈઝલ પટેલ પણ ગુજરાતના રાજકારણમાં જોવા મળશે કે નહીં?, ત્યારે તેમણે આડકતરી રીતે સંકેત આપતા કહ્યું કે, હાઈ કમાન્ડ નક્કી કરશે તો ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં નવો ચહેરો જોવા મળી શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution