ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી ફહાદ ફાસિલ હિન્દી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરશે

મલયાલમ એક્ટર ફહાદ ફાસિલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. કેટલાંક અહેવાલો અનુસાર ફહાદ અને ઇમ્તિયાઝ વચ્ચે ચર્ચા અંતિમ તબક્કામાં છે. તેઓ બંને છેલ્લા કેટલાંક મહિનાઓથી એક સાથે કામ કરી રહ્યા છે, જેથી તેઓ બંનેની સર્જનાત્મકતા પર સાથે મળીને તાલમેલ જાળવતા એકબીજાને સમજી શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર,“ફહાદ અને ઇમ્તિયાઝ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં કેટલીક મીટિંગ કરી ચૂક્યા છે. હવે તેઓ બંને સાથે મળીને કામ કરવા તૈયાર છે. બંનેને યોગ્ય સેટમાં કામ કરવાની આદત છે અને પહેલી વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફહાદ પણ હિન્દી સિનેમામાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મથી ડેબ્યુ કરવા ઉત્સુક છે.” આવનારી ફિલ્મ પણ ઇમ્તિયાઝ જેના માટે જાણીતા છે, તેવી એક લવસ્ટોરી જ હશે. આ અંગે સૂત્રોએ જણાવ્યું,“આ પણ ઇમ્તિયાઝની પ્યોર લવ સ્ટોરી જ હશે. તેના માટે ફિમેલ લીડની શોધખોળ ચાલુ છે. તે પણ આ વિષય અંગે ઉત્સુક છે અને વિચારે છે કે એ સ્ટોરી કહેવા માટે આ સમય જ યોગ્ય છે. તેણે જ સામેથી ફહાદનો સંપર્ક કરેલો અને તે માને છે કે ફહાદ આ પાત્ર માટે સૌથી યોગ્ય કલાકાર છે અને આ સ્ટોરીને ફહાદ જેવા કલાકારની જરૂર છે.” ફહાદના ફૅન્સ પણ તે હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરે તેની રાહ જાેઈ રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution