અમદાવાદ-
અમદાવાદથી કેવડિયા કોલોની સુધી સી-પ્લેન મળ્યા બાદ અમદાવાદીઓને ફરી એકવાર મોટી સુવિધા મળવા જઈ રહી છે. હવે લોકોને બોટિંગ, વોટર સાયકલિંગ, સ્પીડ બોટ, સ્કૂટર, બે જણાં બેસી શકે તેવી સાયકલ જેવી સુવિધા માટે કોઈ હિલ સ્ટેશન પર જવું નહીં પડે. અમદાવાદીઓના મનોરંજન કરાવવા માટે એએમસી દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હવે આગામી સમયમાં બોટિંગ, વોટર સાયકલિંગ, નવી સ્પીડ બોટ, સ્કૂટર તેમજ ૨ જણા બેસી શકે તેવી સાયકલ સહિતની સુવિધા શરૂ થવા જઈ રહી છે.
થોડા જ સમયમાં આ મનોરંજન અમદાવાદીઓને મળવા લાગશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ રિવરફ્રન્ટ પર વલ્લભસદન પાસે બોટિંગ અને વોટર સાઈકલિંગ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. લૉકડાઉન પહેલાં જ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ કેટલીક કંપનીને ટેન્ડરની ફાળવણી થઈ ગઈ હતી. પરંતુ કામ શરૂ થયું ન હતું. મનોરંજન માટે નવી સ્પીડ બોટ, સ્કૂટર તેમજ બે જણ બેસી શકે તેવી સાઈકલ પણ લાવવામાં આવી છે.