સિડની-
ઓસ્ટ્રેલિયાના મિડિયાને પોતાના પેજીસ પર ન્યુઝ પ્રસારીત કરવા દેવા બાબતે થયેલા વિવાદ બાદ આખરે હવે ફેસબૂકે સમાધાન કરવાની તૈયારી બતાવી છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરીસે કહ્યું હતું કે, હવે ફેસબૂક આપણી સાથે હંગામી ધોરણે મૈત્રી કરવા તૈયાર થઈ છે. ચાલુ સપ્તાહે આ કંપનીએ ઓસ્ટ્રેલિયાના મિડિયાના તેમજ અન્ય વિભાગોના અનેક પેજ દૂર કરી દીધા હતા.
ફેસબૂકે એક કઠોર કદમ ઉઠાવીને દેશના કેટલાક સ્થાનિક તેમજ વિદેશી મિડિયાહાઉસ તેમજ સરકારી અને ઈમરજન્સી સેવાઓ આપતી એજન્સીઓના અનેક પેજ દૂર કરી દીધા હોવાથી ભારે હોબાળો મચી ગયો હતો. ઓસ્ટ્રેલિયાના ખજાનચી ફ્રીડનબર્ગે કહ્યું હતું કે, તેમણે ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગ સાથે આ બાબતે વાતચીત કરી છે અને ચાલુ સપ્તાહના અંત સુધીમાં વાતચીત થવાની છે. વડાપ્રધાને પણ કહ્યું હતું કે, મને આનંદ છે કે, ફેસબૂક ફરીથી વાટાઘાટો માટે તૈયાર છે.