ફેસૂબકે તાલિબાન અને તેના સમર્થનની ટિપ્પણીઓ પર લાદ્યો પ્રતિબંધ: રિપોર્ટ

લંડન-

સોશિયલ મીડિયા કંપની ફેસબૂકે કહ્યું છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર તાલિબાન અને તેને સમર્થન આપતી તમામ સામગ્રીને પ્રતિબંધિત કરી દીધા છે. કારણ કે, તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે. કંપનીએ કહ્યું કે, વર્ષોથી તાલિબાન પોતાના સંદેશાઓ પ્રસરાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. જેથી તેઓ (ફેસબૂક) આતંકી સંગઠનને લગતી તમામ સામગ્રીઓ પર નજર રાખી રહ્યા છે અને તેને હટાવવા માટે અફઘાન વિશેષજ્ઞોની એક ખાસ ટીમ રાખવામાં આવી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે. દુનિયાભરની નજર હાલ અફઘાનિસ્તાન પર છે. આ વચ્ચે ફેસૂબકે કહ્યું છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ પર તાલિબાન અને તેના સમર્થન કરવાવાળી તમામ સામગ્રીને પ્રતિબંધિત કર્યા છે. કારણ કે તેઓ તાલિબાનને આતંકવાદી સંગઠન માને છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution