ચહેરો તમારા મનનું દર્પણ

લેખકઃ ખ્યાતિ થાનકી | 

આજીવન એટલે રંગભૂમિ... અને આપણે જાણે ઈશ્વરલિખિત મહાનવલમાં એકબીજાની સંવેદનાનો શ્વાસ લઈ શ્વસતા, અનેક ભાવને પહેરી જાણે-અજાણ્યે અભિનયમાં ભાગ લઈ સુખદ અંતની કામના કરતા તરંગોમાં તરતા જીવંત ચહેરાઓ.

ચહેરો એટલે ચોકઠામાં બંધબેસતું વ્યક્તિત્વ.

...કાશ એકબીજાનાં મહોરાંની જેમ ચહેરો પણ પહેરી શકાતો હોત?

ચહેરો શું છે? તો કહી શકાય કે નામની પાછળ રહેલા વ્યક્તિત્વની ઓળખ. પોતાનો ચહેરો એટલે જિજીવિષા ઉત્પન્ન કરતું દર્પણમાં દેખાતું પોતાનું પ્રતિબિંબ....

ચહેરો એટલે હૃદયમાં અપીલ કરી જતું જીવંત સ્વપ્ન...

‘ચહેરો’ શબ્દનો અર્થ છે ‘મુખ’ અથવા ‘શરીરનો આગળનો ભાગ’. ચહેરો માનવીની ઓળખ માટે અને ભાવનાઓ વ્યક્ત કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. ચહેરો એટલે સત્ત્વ, રજસ, તમસનો સરવાળો....

આ ચહેરો આપણા રોજબરોજના જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણી વખત સાદી કે ખરાબ બાબતમાં એમ કહેવામાં આવે છે કે આજે સવારના ઊઠીને કોનો ચહેરો જાેયો? આપણે બીજી કોઈ માન્યતામાં ન માનીએ તો પણ ચહેરો એક સત્યને ઉજાગર તો કરે જ છે. આપણે જાે ઊંડાણપૂર્વક વિચારીએ તો સામેવાળી વ્યક્તિનો ચહેરો આપણને ઘણું બધું શીખવીને જાય છે. કોઈનું સ્મિત જેવી રીતે આપણા મનને પ્રસન્ન કરી દે છે તેમ સામેવાળી વ્યક્તિના ચહેરાના ભાવનું નિરીક્ષણ કરીને ઘણી વખત આપણે તે વ્યક્તિની મૂંઝવણ પણ પારખી શકીએ છીએ.

એકસરખા ચહેરા ધરાવનાર બે અલગ-અલગ વ્યક્તિઓ હોવાની સંભાવના ખૂબ જ ઓછી છે. માનવચહેરાનાં લક્ષણોમાં અનેક નાના નાના તફાવત હોઈ શકે છે, જે સામાન્ય આંખોથી તો નથી દેખાતા, પણ ડિજિટલ ટૅક્નૉલૉજી તેમજ વધુ નજીકથી જાેતી વખતે સ્પષ્ટ થઈ શકે છે.

ચહેરા પરથી વ્યક્તિની ઓળખ થાય છે. તેની મનોદશા અને લાગણીઓ ચહેરાની અભિવ્યક્તિઓ પરથી વ્યક્તિની હાલની ભાવના જાણી શકાય છે, જેમ કે ખુશી, દુઃખ, ગુસ્સો, ચિંતાની અનુભૂતિ.

ચહેરાની લાક્ષણિકતાઓ પરથી કોઈ વ્યક્તિની અંદાજિત ઉંમર જાણી શકાય છે. ચહેરાની ત્વચા, આંખોની સ્થિતિ અને અન્ય લક્ષણો પરથી કોઈ વ્યક્તિની આરોગ્યની સ્થિતિ વિશે કેટલાક સંકેત મળી શકે છે.

ચહેરાની અભિવ્યક્તિ પરથી જાણી શકાય છે કે કોઈ વ્યક્તિનું ધ્યાન ક્યાં છે અથવા તે શું પ્રતિક્રિયા આપી રહ્યો છે તે જાણી શકાય છે.

દરેક વ્યક્તિના ચહેરા પાછળ કોઈ ને કોઈ રહસ્ય છુપાયેલું હોય છે. ચહેરા પાછળનું રહસ્ય જાણવું એટલે કે ચહેરાની વિશિષ્ટતાઓ અને તેમાંથી મળી શકે તેવા સંકેતો વિશે જાણવું. ચહેરો એ વ્યક્તિની ઓળખાણ અને ભાષા વિના સંવાદનો મુખ્ય સ્રોત છે. આમાં કેટલીક રસપ્રદ બાબતો સામેલ છે

ચહેરાની લાક્ષણિકતાઓમાં જિનેટિક્સની મોટી ભૂમિકા હોય છે. માણસના ડ્ઢદ્ગછમાં રહેલી માહિતી ચહેરાના આકાર અને લક્ષણોને નિર્ધારિત કરે છે.

જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ચહેરાની લાક્ષણિકતાઓમાં પરિવર્તન જાેવા મળે છે. ઉંમર, આહાર અને જીવનશૈલીનો ચહેરા પર પ્રભાવ પડે છે.

ચહેરાના માઇક્રો ઍક્સપ્રેશન એ ખૂબ જ નાની, ત્વરિત અભિવ્યક્તિઓ છે, જે કેટલીય વાર ચેતના વગરની હોય છે, પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી આપતી હોય છે.

વિવિધ સંસ્કૃતિઓમાં ચહેરાની અભિવ્યક્તિનું મહત્ત્વ જુદું જુદું હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીક સંસ્કૃતિઓમાં ખૂલીને હસવું સામાન્ય છે, જ્યારે કેટલી સંસ્કૃતિઓમાં નમ્ર હાસ્યને વધુ મહત્ત્વ અપાય છે.

ચહેરાની અભિવ્યક્તિઓ સામાજિક સંજાેગોમાં સંવાદ અને સંબંધો માટે મહત્ત્વપૂર્ણ છે. ચહેરાનો અભ્યાસ કરવાથી વ્યક્તિગત અને સામાજિક સ્તરે સમજણ વધારી શકાય છે.

આ સમજણ વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી થઈ શકે છે અને આખેઆખા ચહેરાનું વિજ્ઞાન જાે રસ પડે તો આપણને એક નવી જ દુનિયામાં લઈ જાય છે. ચહેરાનું વિજ્ઞાન, જેને ‘ફેસિયલ ઍનૅટૉમી’ અથવા ‘ફેસિયલ સાયન્સ’ કહેવામાં આવે છે. એ ચહેરાની રચના અને કાર્ય વિશે અભ્યાસ કરે છે. આ વિજ્ઞાનમાં કારકિર્દીના ઘણા સ્ત્રોતો પણ રહેલા છે. તો ચાલોને રોજ મળતા અનેક નવા અને જૂના ચહેરાઓમાં કંઈક નવું શોધીએ?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution