ભારતમાંથી 23-24માં 115 દેશોમાં નિકાસમાં વૃદ્ધિ : વાણિજ્ય મંત્રાલય


નવી દિલ્હી

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ છતાં વર્ષ 2023-24 દરમિયાન ભારતની નિકાસ કુલ 238 દેશોમાંથી 115 દેશોમાં વધી છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર દેશની કુલ નિકાસમાં 46.5% હિસ્સો ધરાવતા આ 115 દેશોમાં યુએસ, યુએઇ, નેધરલેન્ડ, ચીન, યુકે, સાઉદી અરબ, સિંગાપુર, બાંગ્લાદેશ, જર્મની અને ઇટલી જેવા દેશનો સમાવેશ થાય છે.

ગત નાણાકીય વર્ષમાં દેશની નિકાસ 3% ઘટી $437.1 અબજ રહી હતી. જો કે, સેવા નિકાસ વર્ષ 2023-24માં વધીને $341.1 અબજ રહી હતી જે ગત વર્ષે 2022-23 દરમિયાન $325.3 અબજ રહી હતી. ડેટા અનુસાર સતત વૈશ્વિક પડકારો છતાં એકંદરે નિકાસ 2022-23માં સર્વાધિક જોવા મળી હતી.

23-24માં અત્યાર સુધીમાં એકંદરે નિકાસ $778.2 અબજ નોંધાઇ છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $776.4 અબજ હતી. જેમાં આંશિક 0.23%નો ગ્રોથ જોવા મળ્યો હતો. દેશમાંથી માલ સામાનની નિકાસ પણ વર્ષ 2014ના 1.70%થી આંશિક વધીને 2023માં 1.82% રહી છે. ભારતના વિશ્વમાં માલાસામાનના નિકાસકાર તરીકેનો ક્રમ પણ સુધરીને 19 થી 17 થયો છે.

તદુપરાંત, દેશમાંથી ટોચના 10 દેશોમાં નિકાસમાં 13%નો વધારો થયો છે. UAE ખાતે દેશમાં સૌથી વધુ 12.71% નિકાસ નોંધાઇ છે, જેનું મુલ્ય $35.6 અબજ છે. તદુપરાંત, સિંગાપોર ખાતેની નિકાસ 20.19% વધી $14.4 અબજ, યુકે ખાતેની નિકાસ 13.30% વધી $13 અબજ, ચીન ખાતેની નિકાસ 8.70% વધી $16.7 અબજ નોંધાઇ છે. જે ભારતીય પ્રોડક્ટ્સની ટકાઉ માંગને દર્શાવે છે.રશિયા ખાતે પણ નિકાસ 35.41%, રોમાનિયા ખાતે 138.84% અને આલ્બાનિયા ખાતે 234.97% નિકાસ નોંધાઇ હતી. આ દેશો સાથે વ્યાપારિક સંબંધોને વધુ મજબૂત બનાવવાથી અનેક નવી તકોના દ્વાર ખુલી શકશે તેમજ દેશની નિકાસ સ્પર્ધાત્મકતામાં પણ વૃદ્ધિ થશે. તે ઉપરાંત દેશમાં ઓસિએનિયા અને યુરોપ ખાતેની નિકાસમાં પણ વિસ્તરણ જોવા મળ્યું હતું. CIS દેશોમાં નિકાસમાં ગ્રોથ માટે પાંચ મહત્વપૂર્ણ દેશો રશિયા, ઉઝબેકિસ્તાન, યુક્રેન, અર્મેનિયા અને તઝાકિસ્તાન છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution