દિલ્હી-
દિલ્હીવાસીઓ માટે આજે મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી શિક્ષા બોર્ડની સાથે ઈન્ટરનેશનલ શિક્ષા બોર્ડ દ્વારા એક સમજૂતી થઈ છે. આ કરાર બાદ હવે વિદેશોથી એક્સપર્ટ દિલ્હીના ટીચર્સને ટ્રેનિંગ આપશે, જેનાથી ત્યાં અભ્યાસ કરતાં બાળકોને આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષા મળશે. આ મુદ્દા પર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ દિલ્હીવાસીઓ માટે ખુબ જ ખુશીની વાત છે. આપણા બાળકોને હવે દિલ્હીમાં ઈન્ટરનેશનલ લેવલની શિક્ષા મળશે.
સીએમ કેજરીવાલે કહ્યું કે, એક ઈન્ટરનેશનલ લેવલ પર શિક્ષા બોર્ડ છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરની શિક્ષા પ્રદાન કરે છે અને ખુબ જ સારી માનવામાં આવે છે. વિદ્યાર્થીઓનું સપનું રહે છે કે તેઓને પણ ઈન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડની શિક્ષા મળે. સમગ્ર દુનિયાની અંદર પાંચ હજારથી વધારે શાળાઓની સાથે સમજૂતી છે, જે ૧૫૯ સ્કૂલોની સાથે કામ કરે છે. અમુક સરકારોની સાથે પણ ડીલ થઈ છે. જેમ કે, અમેરિકા, જાપાન, સાઉથ કોરિયા વગેરે.ઝ્રસ્ કેજરીવાલે આગળ કહ્યું કે, આજે ખુશીની વાત છે કે દિલ્હી શિક્ષા બોર્ડ અને ઈન્ટરનેશનલ શિક્ષા બોર્ડ વચ્ચે સમજૂતી થઈ છે. તેનો મતલબ એ છે કે દિલ્હીની અંદર આવતી શાળાઓના વિદ્યાર્થીઓને ઈન્ટરનેશલન લેવલની શિક્ષા મળશે. જે એક મોટી વાત છે.તેઓએ આગળ કહ્યું કે, આપણા દેશમાં બે પ્રકારની શિક્ષા પ્રણાલી છે. એક અમીરોના બાળકો માટે અને બીજી ગરીબોના બાળકો માટે. જેમના પાસે પૈસા છે તે બાળકો પ્રાઈવેટમાં અને ગરીબ બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. આજે આ કરાર બાદ દિલ્હીના ગરીબ બાળકોને ઈન્ટરનેશનલ લેવલની શિક્ષા મળશે. જે શિક્ષા માટે મોટા મોટા અમીરોના બાળકો તરસી રહ્યા છે, તેવી શિક્ષા હવે ગરીબોના બાળકોને મળશે. આ ડીલ પર કેજરીવાલે જણાવ્યું કે, વિદેશોથી એક્સપર્ટ આવશે, જે સ્કૂલોના ટીચર્સને ટ્રેનિંગ આપશે. બાળકોનું એસેસમેન્ટ કેવી રીતે હશે, તે ઈન્ટરનેશનલ બોર્ડ નક્કી કરશે. એક્સપર્ટ જણાવશે કે શાળાઓમાં શું-શું ખામીઓ છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય છે જેનાથી સ્કૂલ ઈન્ટરનેશનલ સ્તરની બની શકે.