અરબ-
અરબ ગૈસ પાઈપલાઈનમાં થયેલા વિસ્ફોટથી સીરિયામાં વિજળી ગુલ થઈ ગઈ છે. આ વિસ્ફોટથી શરૂઆતી સંકેત મળી રહ્યા છે કે, પાઈપલાઈન પર હુમલો કરવામાં આવ્યો છે. દેશના ઉર્જા મંત્રીએ સોમવારે રાજ્ય દ્વારા સંચાલિત ટેલીવિઝનને તેની જાણકારી આપી છે.
ઈખબરિયા ટીવી ચેનલે વિસ્ફોટની તસ્વીરોને પ્રસારિત કરી, જેમાં વિસ્ફોટ બાદ આગની લપટો ઉઠી રહી છે. અધિકારીઓએ કહ્યું કે, આ વિસ્ફોટ રાજધાની દમિશ્કના ઉત્તર પશ્ચિમમાં સ્થિત સીરિયાઈ કસ્બા એડ ડુમાયર અને આદ્રાની વચ્ચે થયો છે.
પેટ્રોલિયમ અને ખનિજ સંસાધન મંત્રી અલી ધનમે ટીવી ચેનલને જણાવ્યું કે શરૂઆતી સંકેતોથી ખબર પડી છે કે, પાઈપલાઈન પર હુમલો કરવામાં આવ્યો હતો. તેઓએ કહ્યું કે દક્ષિણમાં સ્થિત ઉર્જા સ્ટેશનોને આ પાઈપલાઈન મારફતે ઈંધણ પહોંચાડવામાં આવે છે. હાલ આ વિસ્ફોટના અસલ કારણોને તપાસવા માટે એક ટેક્નિકલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.
જ્યારે, વિજળી મંત્રીએ પાઈપલાઈન વિસ્ફોટને લઈ રાજ્યની સમાચાર એજન્સી સનાના હવાલેથી કહ્યું કે, દેશના પ્રાંતોમાં વિજળી ધીરે-ધીરે બહાલ થવાની શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 2013માં દેશના ગૃહયુદ્ધ દરમિયાન વિદ્રોહી ગોળાબારીથી ગેસની પાઈપલાઈનમાં વિસ્ફોટ થઈ ગયો હતો અને સમગ્ર સીરિયાની વિજળી ગુલ થઈ ગઈ હતી. જણાવી દઈએ કે, અરબ ગેસ પાઈપલાઈન પ્રણાલી મિસ્રથી જૉર્ડન અને સીરિયા સુધી ફેલાયેલી છે.