ભાજપનું સંગઠન માળખું 15મી ઓગસ્ટ પહેલા રચી દેવા કવાયત શરૂ

ગાંધીનગર-

ગુજરાત ભાજપ પ્રદેશ માળખાની રચના તેમજ વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે મુરતીયા નક્કી કરવા ગઈકાલે સવારથી સાંજ સુધી મેરેથોન બેઠકનું આયોજન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં થયું હતું બપોર બાદની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હજારી આપી હતી. આ બેઠકમાં રાજ્યના મહાનગરોના સંગઠન માળખા તેમજ પ્રદેશ માળખાની ગૂંચ ઉકેલવામાં આવી હતી. આખા રાજ્યમાં ૧૫ ઓગસ્ટ પૂર્વે ભાજપના સંગઠન માળખાની સાથે ટીમ એફસીઆર પાટીલની નિમણૂકો હાથ ધરવામાં આવી હતી. ભાજપમાં સંગઠન સંરચનાની કામગીરી ગત વર્ષ થઈ હતી પરંતુ મંડલ સ્તરથી આગળ વધી શકી નહતી. અકે વર્ષ બાદ પ્રદેશ પ્રમુખની વરણી થતાં ટૂંક સમયમાં પ્રદેશની નવી ટીમ જાહેર કરવામાં આવશે. મહામંત્રીઓ, ઉપપ્રમુખ, મંત્રીઓની પસંદગીમાં પાટીલ અનુભવી સાથે કેટલાક નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. આગામી ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. મહાનગરબપાલિકા ૩૧ જિલ્લા, પંચાયત ૧૫૦થી વધુ, તાલુકા પંચાયત ૮૨ નગરપાલિકા ચૂંટણી સાથે ૮ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લક્ષમાં રાખીને સંગઠનનું માળખુ વધુ મજબુત બનાવવામાં આવશે. ભાજપ પાટીલની અધ્યક્ષતામાં ચુસ્ત નિયમોનું પાલન કરશે એક વ્યક્તિ એક હોદાને વળગી રહેવા માટે કાર્યકર્તાએ પોતાની યોગ્યતા પુરવાર કરવી પડશે ભાજપના સંગઠનમાં પદ નહીં પરંતુ જવાબદારીની પરંપરા છે. આ જવાબદારી સ્વીકારનાર વ્યક્તિજ આગળ આવી શકશે. બપોર બાદની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાં પાંચ ઉમેદવારો પર અગાઉથી જ મંજૂરીની મહોર લાગેલી છે.

આઠ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના સંભવિત ઉમેદવારો મોરબીમાં બ્રિજેશ મેરજા, અમરેલીની ધારી બેઠક પર જે.વી.કાકડિયા, અબડાસાની બેઠક પર પ્રધ્યુમનસિંહ, કપરાડા જીતુ ચૌધરી, લીંબડી કિરીટસિંહ રાણા, બોટાદની બેઠક પર આત્મારામ પરમારના નામો નિશ્ર્ચિત છે. જયારે ડાંગની બેઠક પર મંગળ ગાવીત દ્વારા ભાજપમાં ટિકિટની માગણી કરવામાં આવી છે. પરંતુ તેના પર હજુ કોઈ નિર્ણય લેવાયો નથી આમ કોંગ્રેસ સાથે છેડો ફાડીને આવેલા ધારાસભ્યો પૈકીના ૪ ધારાસભ્યોની ટિકિટ ફાઈનલ ગણવામાં આવી રહી છે.વિધાનસભાની આઠેય બેઠકો જીતવાની રણનીતિના ભાગરૂપે આગેવાનો અને પદાધિકારીઓ વચ્ચે સતત મનોમંથન ચાલી રહ્યું છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારોને લઈ આખરી મંજૂરીની મહોર હાઈકમાન્ડ દ્વારા લગાવવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution