દિલ્હી-
ભારતીય નૌકાદળનું એક યુદ્ધ જહાજ બંને દેશો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવાના હેતુથી 26 અને 27 ડિસેમ્બરે દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેતનામી નૌકાદળ સાથે 'સંપર્ક અને સહયોગ યુધ્ધાભ્યાશ (પેસેજ એક્સરસાઇઝ) કરશે. અધિકારીઓએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળનું વહાણ 'આઈએનએસ કિલ્ટન' મધ્ય વિયેટનામના પૂરગ્રસ્ત લોકો માટે રાહત સામગ્રી લઇ રહ્યું છે અને પાછા ફરતી વખતે આ કવાયતમાં સામેલ થશે. આ અભ્યાશ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ચીન દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની લશ્કરી હાજરીમાં વધારો કરી રહ્યું છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા અને આલોચના વધી રહી છે.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય નૌકાદળનું વહાણ 'આઈએનએસ કિલ્ટન' ગુરુવારે હો ચી મિન્હ શહેરના 'ના રંગ' બંદર પર પહોંચ્યું હતું, જેમાં મધ્ય વિયેટનામના પૂરગ્રસ્ત લોકો માટે 15 ટનથી વધુ રાહત સામગ્રી હતી. મંત્રાલયે કહ્યું કે આ જહાજ હો ચી મિન્હ શહેરથી રવાના થયા પછી 26 અને 27 ડિસેમ્બરે દક્ષિણ ચીન સમુદ્રમાં વિયેટનામની નૌકાદળ સાથે સંપર્ક અને સહયોગની કવાયતમાં ભાગ લેશે.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના વિયેતનામીસ સમકક્ષ ગુઆન ઝુઆઆન ફુક વચ્ચે સોમવારે ડિજિટલ સમિટ યોજવામાં આવી હતી, જેમાં બંને દેશોએ દરિયાઇ સહિત સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહકારને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આપત્તિ રાહત સામગ્રી વિયેટનામની રાષ્ટ્રીય આપત્તિ નિવારણ અને નિયંત્રણ વ્યવસ્થાપન સમિતિને સોંપવામાં આવશે. આ સહાય બંને મૈત્રીપૂર્ણ દેશોના લોકો વચ્ચેના ઉંડા અને પરસ્પર સંબંધોને પ્રતિબિંબિત કરે છે.