વડોદરા, તા.૧૬
વડોદરા શહેર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હોર્ડિંગ્સ યુદ્ધ શરૂ થયુ છે. બુધવારે આમ આદમી પાર્ટી નું હોર્ડિંગ્સ ઉતારી લેવાયુ હતુ.ત્યારે પાલિકાની કચેરીએ રજૂઆત કરવા આવેલા આપના કાર્યકરો દ્વારા માર્કેટ ચાર રસ્તા પાસે થી મુખ્યમંત્રીનુ હોર્ડીંગ ઉતારી લેતા ખળભળાટ મચ્યો હતો.જાેકે, શહેર ભાજપના એક હોદ્દેદારે પાલિકાના હોદ્દેદારોને અંધારામાં રાખીને આપનુ હોર્ડીંગ ઉતારી લેવાની સુચના આપી હોંવાની વિગતો પ્રકાશમાં આવતા ફરી એકવાર સંગઠન અને કોર્પોરેશનના હોદ્દેદારો વચ્ચે વિવાદ સર્જાયો છે.
શહેરના ગોરવા દશામાં તળાવ પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટર ના ફોટા સાથેનું હોર્ડિંગ્સ ગણેશ ઉત્સવ ને ધ્યાનમાં રાખીને લગાવ્યું હતું.આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીના લગાવેલા હોર્ડિંગ્સ પાલિકાના જમીન-મિલકત વિભાગે ગઇકાલે અચાનક ઉતારી લીધા હતા તે સમયે પૂર્વ કોર્પોરેટર અને કર્મચારી વચ્ચે ચકમક ઝરી હતી ત્યારબાદ આજે વડોદરા શહેર ભાજપ તરફથી નવનિયુક્ત મુખ્યમંત્રીને આવકારતું હોર્ડિંગ્સ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માર્કેટ ચાર રસ્તા પરથી ઉતારી લઈ કોર્પોરેશનની કચેરીમાં મૂકી દીધું હતું જેથી હોબાળો સર્જાયો હતો.
આ અંગે ભાજપ મોરચે ચાલતી ચર્ચા મુજબ વડોદરા ભાજપના એક હોદ્દેદારે જમીન-મિલકત વિભાગના ઉચ્ચ અધિકારીને ટેલિફોનિક સૂચના આપીને આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ ઉતારી લેવા જણાવ્યું હતું.જાેકે આપના કાર્યકરો પાલિકાની મુખ્ય કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. દરમિયાન માર્કેટ ચાર રસ્તા પાસે લગાવેલ ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી નું બોર્ડ આદમી પાર્ટીના કાર્યકરો એ હોબાળો મચાવી ઉતારી લીધુ હતુ,
જાેકે, આપનુ બોર્ડ ઉતારી લેવા સંદર્ભે પાલિકામાં ચાલતી ચર્ચા મુજબ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારે પાલિકાના હોદ્દેદારોને અંધારામાં રાખીને જમીન-મિલકત વિભાગના ઉચ્ચ અધિકારીને ટેલિફોનિક સૂચના આપી હતી.
કોર્પોરેશન દ્વારા પક્ષના આગેવાનની સુચના ને કારણે હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા તેની કોઈ જાણકારી કોર્પોરેશનના હોદ્દેદારોને હતી જ નહીં જેથી કોર્પોરેશનના હોદ્દેદારો અને સંગઠન વચ્ચે છેલ્લા કેટલાક વખતથી ચાલતો વિવાદ ફરી વકરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ
રહી છે.