પંચમહાલ-
મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાટનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. ભૂપેન્દ્ર ખાંટનું કઠલાલ પાસે એમની કારમાં જ અવસાન થયું છે, તેમને લાંબા સમયથી ચાલી રહેલી બિમારીને પગલે તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવાતા હતા.
મળતી માહિતી અનુસાર,
મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટ છેલ્લા 6 મહિનાથી બિમાર હતા. ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇને વિવાદ થયો હતો. જેમાં જાતિ પ્રમાણપત્રને લઇને હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. તેમના પર એવા આક્ષેપો પણ થયા હતા કે તેમણે આદિજાતીનું પ્રમાણપત્ર ખોટી રીતે લઈને પછી તેના પર ચૂંટણી લડી હતી. જાતિના પ્રમાણપત્રને લઇને ભૂપેન્દ્ર ખાંટ સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેના પગલે વિધાસભામાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ સામે કાર્યવાહી કરી હતી. જેના અનુસંધાને ભૂપેન્દ્ર ખાંટને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. તેમને સારવાર માટે અમદાવાદ લઈ જવાતા હતા ત્યારે તેમનું રસ્તામાં જ નિધન થયું હતું.