દર વર્ષે અમેરિકા 10 લાખ ટન પ્લાસ્ટિક દરિયામાં ઠાલવે છે

દિલ્હી-

એકલું અમેરિકા દર વરસે દરિયામાં 10 લાખ ટન પ્લાસ્ટિક ઠાલવે છે. (સાદી સરળ ભાષામાં એક ટન એટલે એક હજાર કિલોગ્રામ.) અમેરિકામાં વરસે 4.63 કરોડ ટનથી વધુ પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દરેક અમેરિકન નાગરિક વરસે પ્લાસ્ટિકની 1300 થેલીઓ દરિયામાં પધરાવે છે.

દુનિયામાં સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો અમેરિકામાં પેદા થાય છે. આ કચરાના લગભગ 2.7 ટકાથી 5.3 ટકા કચરાનો વ્યવસ્થિત નિકાલ થતો નથી. સાયન્સ એડવાન્સ જર્નલ નામના સામયિકમાં પ્રગટ થયેલા એક રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા હતા.

આમ છતાં પર્યાવરણની બાબતમાં અમેરિકા ભારત સહિત દુનિયાના બીજા દેશોને દોષિત ઠરાવતું રહ્યું હતું. સાયન્સ એડવાન્સ મેગેઝિને અમેરિકાને આડકતરી ચેતવણી આપી હતી કે તમારા પોતાના હિતમાં પ્લાસ્ટિકનો કચરો દરિયામાં નાખવાનું બંધ કરો.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution