WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 10માંથી 1 વ્યક્તિનું મોત અનેહેલ્ધી ફૂડ ખાવાના કારણે થઈ રહ્યું છે. એટલું જ નહીં આ દૂષિત ખાવાનું ખાવાથી થતી બીમારીના કારણે દેશમાં દર વર્ષે સવા લાખ બાળકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
WHOએ દૂષિત અને અનહેલ્ધી ખોરાકથી બચવા માટે 5 ખાસ વાતો પર ભાર મૂક્યો છે. તેણે જણાવ્યું છે કે જો લોકો આ વાતની સાવધાની રાખશે તો તેઓ મોટી બીમારીઓથી બચી શકશે. WHOએ લોકોને સલાહ આપી છે કે ખાવાનું બનાવવાની જગ્યા સાફ રાખો અને સાથે વાસણને પણ સારી રીતે ધૂઓ. હાથ પણ વારેઘડી સારી રીતે ધોતા રહો.
કાચું અને બનાવેલું ભોજન અલગ રાખો;
કાચા શાક અને રાંધેલા શાકને અલગ અલગ રાખો. તેને અલગ વાસણમાં ધૂઓ અને અલગ વાસણમાં રાંધો.
ખોરાકને સારી રીતે ચઢવો:
શાક સારી રીતે ચઢે તે જરૂરી છે. બેક્ટેરિયાને મારવા માટે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે ભોજનને સારી રીતે બનાવવું જરૂરી છે.
ચોક્કસ તાપમાન રાખો:
ખાવાની ચીજોને યોગ્ય તાપમાને રાખવાથી તે જલ્દી ખરાબ થતી નથી. ખાવાની અલગ અલગ ચીજોને અલગ તાપમાને રાખવી જરૂરી હોય છે.
ચોખ્ખું પાણી અને વાસણ વાપરો:
ખાવાનું બનાવવા માટે સાફ પાણી અને વાસણનો ઉપયોગ કરવાથી સ્વચ્છતા જળવાઈ રહે છે.