ગાંધીનગર-
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને દરેક પક્ષ એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે 3 ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. જેને લઈને દરેક પક્ષ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા ગુજરાત પ્રવાસે છે.
નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા 12 વાગે ગાંધીનગરમાં સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે અને મારા સપનાનું ગાંધીનગર કેવું હોવું જોઈએ તેની પર સંબોધન કરશે. ત્યાંથી તેઓ ગિફ્ટસિટી ખાતે 1.30 વાગે મીડિયા સાથે વાર્તાલાપ કરશે. ત્યારબાદ તેઓ 4.30 વાગે પેથાપુરમાં ભવ્ય રોડ શો યોજશે. ત્યાંથી તેઓ 5.30 વાગે એરપોર્ટ પરત ફરશે. ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અનેક મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતર્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના પ્રવેશવાથી ભાજપ અને કોંગ્રેસને ફટકો પડશે. જ્યારે હાલ તો મનીષ સિસોદીયા દ્વારા ગાંધીનગરમાં કઈ સમસ્યાઓ છે તેની પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે ચૂંટણીને લઈને દરેક પક્ષ દ્વારા મતદારોને મનાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે હવે આગામી સમયમાં ગાંધીનગરમાં કોનું રાજ આવશે એ તો આગામી સમયમાં જ નક્કી થશે.