આયુષ્માન ભારત યોજનામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકોને સામેલ કરાશે


નવીદિલ્હી,તા.૮

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજીવાર સરકાર બનવા જઈ રહી છે તો હવે લોકો મોદીની ગેરંટી યાદ કરશે. ચૂંટણી પહેલા ઘોષણાપત્રમાં ભાજપે આયુષ્માન ભારત યોજનામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકોને સામેલ કરવાનું વચન આપ્યું હતું.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યાં છે. ૯ જૂન રવિવારે સાંજે શપથ ગ્રહણ સમારોહ છે. મોદી રવિવારે સાંજે ૭.૧૫ કલાકે દેશનજા પીએમ તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ત્રીજીવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે તો લોકો મોદીની ગેરંટીને પણ યાદ કરશે. ચૂંટણી પહેલા ઘોષણાપત્રમાં ભાજપે આયુષ્ડમાન ભારત યોજનામાં ૭૦ વર્ષથી વધુ ઉંમરના દરેક વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપ્યું હતું. શુક્રવારે સંસદીય દળની બેઠકમાં બોલવા સમયે પીએમ મોદીએ પોતાની ગેરંટીઓ ગણાવતા ત્રીજા કાર્યકાળમાં ૭૦ વર્ષથી મોટી ઉંમરના લોકોને ૫ લાખ સુધીની ફ્રી સારવારની વ્યવસ્થા અપાવવાની વાત કરી હતી. ા

આયુષ્માન ભારત યોજનાનું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. આ યોજના હેઠળ ૫ લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. તેમાં દવાનો ખર્ચ, ઓપરેશનનો ખર્ચ વગેરે સામેલ છે. આ સ્કીમ સ્વાસ્થ્ય મંત્રાલય ચલાવે છે. અત્યાર સુધી યોજનાનો લાભ બીપીએલ શ્રેણી અંતર્ગત આવનાર નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો. પરંતુ વરિષ્ઠ નાગરિકો પણ આ યોજના હેઠળ આવી જાય તો તેને મોટો ફાયદો મળશે.

જે લોકો આ યોજના હેઠળ આવે છે, તે તેનો ફાયદો લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કારવવાનું હોય છે. રજીસ્ટ્રેશન માટે તમારે તમારા નજીકના અટલ સેવા કેન્દ્ર કે જન સેવા કેન્દ્રમાં જવું પડશે. તમારે ત્યાં તમારા તમામ દસ્તાવેજ આપવા પડશે. ત્યારબાદ સેવા કેન્દ્ર તરફથી તેની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે. રજીસ્ટ્રેશનના ૧૦થી ૧૫ દિવસ બાદ તમને જનસેવા કેન્દ્ર દ્વારા ગોલ્ડન કાર્ડ મળશે. ત્યારબાદ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution