દિલ્હી-
ભારત હંમેશાં માને પણ છે અને કહે પણ છે કે, પાકિસ્તાન તેના દેશમાં આંતકવાદનું પાલન પોષણ કરે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘને આ બાબતે અનેક સાબિતીઓ પણ આપવામાં આવી છે. ત્યારે હવે અમેરિકાએ પાકિસ્તાનને ખૂલ્લું પાડી દીધું છે. અમેરિકાનાએક વરિષ્ઠ સાંસદ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના મૂળ મજબૂત કરવા પાછળ પાકિસ્તાનમાં મોજુદ તેનો સુરક્ષિત આશરો છે. એક દિવસ પહેલા જ બાયડન પ્રશાસને યુદ્ધગ્રસ્ત દેશથી ૧૧ સપ્ટેમ્બર સુધી પોતાના તમામ સૈનિકોને પરત બોલાવી લેવાની જાહેરાત કરી છે.
સિનેટ આર્મ્ડ સર્વિસ કમિટીના અધ્યક્ષ જેક રીડે બુધવારે સંસદમાં કહ્યું હતું કે તાલિબાનના સફળ થવામાં ખૂબ મોટું યોગદાન પાકિસ્તાનનું છે. એ અગત્યનું છે કે તાલિબાને પાકિસ્તાન માંથી મળી રહેલી સુરક્ષાને, ટેકાને ખતમ કરવામાં અમેરિકા અસફળ રહ્યું છે. તાજેતરમાં એક અધ્યયનનો રેફરન્સ આપતા રિડે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં તાલિબાનનો સુરક્ષિત આશરો અને ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ જેવા સંગઠનોના માધ્યમથી ત્યાંની સરકારનું સમર્થન મળવું તાલિબાન ના યુદ્ધને જાળવી રાખવા માટે આવશ્યક છે અને સુરક્ષિત અસરાને ખતમ કરી શકવાની અમેરિકાની નિષ્ફળતા આ યુદ્ધમાં વોશિંગ્ટનની સૌથી મોટી ભૂલ છે.