દિલ્હી-
દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસની વચ્ચે તેની સારવારમાં ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન રેમડેસિવિરની અછતની બાબત સામે આવી જાય. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું હતું કે દેશમાં રેમડેસિવિર ઈંજેકશનનું ઉત્પાદન એ માટે ઓછું થઈ ગયું હતું કારણ કે કોરોનાવાયરસ ના કેસ ઘટી રહ્યા હતા. કેન્દ્રીય આરોગ્યમંત્રી આગળ કહ્યું હતું કે અમારા ડ્રગ કંટ્રોલર મંત્રાલય દ્વારા કંપનીઓ સાથે બેઠક કરીને તેના ઉત્પાદન વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે વેક્સિનેશનની અછતને લઇને ડોક્ટરનું કહેવું હતું કે દેશમાં વેકેશનની કોઈ અછત નથી.
ભારત સરકાર દરેક રાજ્યમાં જરૂર પૂરતી કોરોના વેક્સિન ઉપલબ્ધ કરાવી છે. એ રાજ્યોની જવાબદારી છે કે તેઓ વેક્સિનેશન કેન્દ્ર ઉપર સમયસર અને યોગ્ય રીતે વેક્સિનેશનની સુવિધા પૂરી પાડે. ડોક્ટર હર્ષવર્ધને વધુ જણાવતાં કહ્યું હતું કે ડ્રગ્સ એન્ડ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા એ રેમડેસિવિરના ઈજેકશનની કાળાબજારની ફરિયાદ ઉપર પણ કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. જે લોકોનું શોષણ કરે છે અને દવાની અછત ઊભી કરે છે. તેની સામે ખૂબ સખત કાર્યવાહી કરવામાં આવશે.