દિલ્હી-
ચીનથી વધતા ખતરાને જાેતા તાઇવાને પણ યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. બે દિવસ પહેલા જ તાઇવાની સેનાએ ચીનની નાક નીચે લાઇવ ફાયર ડ્રિલ કરીને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા હતા. હવે તાઇવાનના રક્ષા મંત્રીએ પણ જાહેરાત કરી છે કે તેમના દેશનો અંતિમ સૈનિક પણ દેશની એકતા અને અખંડતા માટે અંતિમ શ્વાસ સુધી લડશે. તેમણે એ પણ કહ્યું કે વર્તમાનમાં એવું નથી લાગી રહ્યું કે ચીન અમારી વિરુદ્ધ મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
તાઇવાનના રક્ષા મંત્રી યેન ડે-ફાએ સાંસદને જણાવ્યું કે ચીની કૉમ્યુનિસ્ટોએ તાઇવાનની વિરુદ્ધ ઉશ્કેરણીજનક કાર્યવાહી ચાલું રાખી છે. તેમણે એ પણ કહ્યું કે અત્યાર સુધી આનો કોઈ સંકેત નથી મળી રહ્યો કે તાઇવાનની વિરુદ્ધ મોટા સ્તર પર યુદ્ધની યોજના બનાવી રહ્ય્šં છે. તાઇવાની સંસદે ચીનના યુદ્ધાભ્યાસની નિંદા પણ કરી છે. તેમણે સંસદને જણાવ્યું કે, તાઇવાનની સેનાઓ પણ યુદ્ધ માટેની પોતાની તૈયારીઓ કરી રહી છે. આપણી સેનાએ પોતાની સતર્કતા અને તૈયારીઓને મજબૂત કરી છે. તેમણે દ્વીપની સંપ્રભુતા અને લોકશાહીની રક્ષા માટે અંતિમ આદમી સુધી યુદ્ધ લડવાની કસમ પણ ખાધી.
ગત અઠવાડિયે જ તાઇવાની રક્ષા મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતુ કે, જાે તેમના સૈનિકો પર કોઈ પણ હુમલો થાય છે તો તેઓ વળતો જવાબ આપવા માટે સ્વતંત્ર છે. એક રિપોર્ટ પ્રમાણે, તાઇવાનની પાસે એટલી મિસાઇલો છે જે ક્ષેત્રફળના હિસાબે દુનિયાભરમાં સૌથી વધારે છે. જાેકે તાઇવાનના રક્ષા મંત્રાલયે આ મિસાઇલોની સંખ્યા આજ સુધી જાહેર નથી કરી. એક રિપોર્ટ પ્રમાણે તાઇવાનની પાસે કુલ 6 હજારથી વધારે મિસાઇલો છે.