મુંબઇ-
સ્ટોક એક્સચેન્જ બીએસઈએ 6 જૂનથી 21 સપ્ટેમ્બર વચ્ચે એક કરોડ નોંધાયેલા રોકાણકારોના ખાતા ઉમેર્યા છે. આ સાથે રોકાણકાર ખાતાઓની સંખ્યા માત્ર 107 દિવસમાં આઠ કરોડથી ઉપર પહોંચી ગઈ છે. અગાઉ 6 જૂને સ્ટોક એક્સચેન્જે કહ્યું હતું કે તેનો રજિસ્ટર્ડ યુઝર બેઝ 7 કરોડને પાર કરી ગયો છે. ગયા વર્ષે 23 મેથી એટલે કે 12 મહિનાથી થોડા વધુ સમયમાં બે કરોડ નોંધાયેલા રોકાણકારોના ખાતા ઉમેરવામાં આવ્યા હતા.
આ સંદર્ભે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) આશિષ કુમાર ચૌહાણે જણાવ્યું હતું કે ઈક્વિટી રોકાણ દોઢ વર્ષથી વધુ સમય સુધી સીધું અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધ્યું છે. વૈશ્વિક સ્તરે આના ઘણા કારણો છે અને સ્થાનિક બજાર પણ આ ટ્રેન્ડને અનુસરી રહ્યું છે.
તેમણે બજારમાં રોકાણ કરવા અંગે સાવધ રહેવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે દરેક રોકાણકાર માટે મહત્વનું છે કે રોકાણ કરતા પહેલા તેની પાસે કંપની વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને જે પ્રોડક્ટમાં તે રોકાણ કરવા જઈ રહ્યો છે તેની સંપૂર્ણ વિગતો રાખવી જોઈએ.