ખાનગી નોકરીમાંથી રિટાયર્ડ થશો તો પણ મળશે ૭૫૦૦ રૂપિયાનું પેન્શન? સરકાર પ્લાનિંગ કરી રહી છે



 ખાનગી નોકરિયાતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. પેન્શનરોના સંગઠન ઈઁજી-૯૫ રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના જણાવ્યા અનુસાર, સીતારમણે ખાતરી આપી હતી કે સરકાર તેમની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને તેમની માંગણીઓને પહોંચી વળવાનો માર્ગ શોધવાનો પ્રયાસ કરશે. ઈઁજી-૯૫ નેશનલ એક્શન કમિટી (દ્ગછઝ્ર)માં લગભગ ૭૮ લાખ નિવૃત્ત પેન્શનરો અને ઔદ્યોગિક ક્ષેત્રના ૭.૫ કરોડ કામ કરતા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સમિતિએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “નાણામંત્રીએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી છે કે સરકાર વૃદ્ધોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ છે અને ઈઁર્હ્લં દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. તેમણે તેમની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો કે સરકાર પેન્શનરો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેનો ઉકેલ શોધી કાઢવામાં આવશે.કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આ મહિને ઈઁજી-૯૫ દ્ગછઝ્ર પ્રતિનિધિઓને મળ્યા હતા અને તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમની માંગ પૂરી કરવા માટે જરૂરી પગલાં લેશે. ઈઁજી-૯૫ દ્ગછઝ્ર સભ્યો હાલમાં માત્ર રૂ. ૧,૪૫૦ના સરેરાશ માસિક પેન્શનને બદલે રૂ. ૭,૫૦૦ના માસિક પેન્શનની માગણી માટે વિરોધ કરી રહ્યા છે. તેઓ એ પણ માંગણી કરી છે કે ઈઁજી સભ્યો અને તેમના જીવનસાથીઓને સંપૂર્ણ મેડિકલ સુવિધા આપવામાં આવે. ઈઁજી-૯૫ દ્ગછઝ્ર ના પ્રમુખ અશોક રાઉતે કહ્યું કે પેન્શનરો છેલ્લા આઠ વર્ષથી ન્યૂનતમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે તેમની માંગણીઓ પર ધ્યાન આપ્યું નથી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution