શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટો જેવા રોકાણ વિકલ્પોના આગમન પછી પણ લોકો માટે fdનું મહત્વ ઘટ્યું નથી


નવીદિલ્હી,તા.૩

એક્સિસ બેન્ક વરિષ્ઠ નાગરિકોને ૫ વર્ષથી ૧૦ વર્ષની હ્લડ્ઢ પર ૭.૭૫ ટકાનો સૌથી વધુ વ્યાજ દર ઓફર કરે છે ૧ જુલાઈથી ઘણી બેંકોએ હ્લડ્ઢ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર ૩ કરોડ રૂપિયાથી ઓછીની હ્લડ્ઢ પરના વ્યાજ દરોમાં થયો છે. શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને ક્રિપ્ટો જેવા રોકાણ વિકલ્પોના આગમન પછી પણ લોકો માટે હ્લડ્ઢનું મહત્વ ઘટ્યું નથી. આજે પણ મોટી સંખ્યામાં લોકો એફડીમાં રોકાણ કરે છે. ચાલો જાણીએ આજથી કઈ બેંકોના હ્લડ્ઢ રેટ બદલાયા છે.

એક્સિસ બેંકે ૧ જુલાઈથી તેની હ્લડ્ઢ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. બેંક વરિષ્ઠ નાગરિકોને ૫ વર્ષથી ૧૦ વર્ષની હ્લડ્ઢ પર સૌથી વધુ ૭.૭૫ ટકા વ્યાજ ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકોને ૧૭ મહિનાથી ૧૮ મહિનાથી ઓછા સમયગાળાની હ્લડ્ઢ પર ૭.૨ ટકા વ્યાજ મળે છે.ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને ૧૨ મહિનાની હ્લડ્ઢ પર ૮.૭૫ ટકાના સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકો માટે ૧૨ મહિનાની હ્લડ્ઢ પર વ્યાજ દર ૮.૨૫ ટકા છે.ૈંઝ્રૈંઝ્રૈં બેંક વરિષ્ઠ નાગરિકોને ૧૫ મહિનાથી ૧૮ મહિનાથી ઓછા સમયગાળાની હ્લડ્ઢ માટે સૌથી વધુ ૭.૭૫ ટકા ઓફર કરે છે. સામાન્ય નાગરિકો માટે સૌથી વધુ હ્લડ્ઢ દર ૧૫ મહિનાથી ૨ વર્ષ સુધીની હ્લડ્ઢ પર ૭.૨ ટકા છે.

પંજાબ એન્ડ સિંધ બેંક વરિષ્ઠ નાગરિકોને ૬૬૬ દિવસની હ્લડ્ઢ પર સૌથી વધુ ૭.૮૦ ટકા વ્યાજ ઓફર કરી રહી છે. સામાન્ય નાગરિકોને આ હ્લડ્ઢ પર ૭.૩ ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.બેંક ઓફ ઈન્ડિયા વરિષ્ઠ નાગરિકોને ૬૬૬ દિવસની હ્લડ્ઢ પર સૌથી વધુ ૭.૮૦ ટકા ઓફર કરે છે. સામાન્ય નાગરિકોને આ હ્લડ્ઢ પર ૭.૩ ટકા રેટ આપવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution