મુંબઈ
નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સનો નફો વધીને ૨૮૫.૪ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સનો નફો ૧૨૭.૭ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સની આવક ૬૦.૮% વધીને ૨,૨૨૮.૮ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સની આવક ૧૩૮૫.૭ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સના એબિટડા ૧૮૨.૧ કરોડ રૂપિયાથી વધીને ૩૪૩.૯ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસ્કોર્ટ્સના એબિટડા માર્જિન ૧૩.૧% થી વધીને ૧૫.૪% રહ્યા છે.