epfo પોતાના ગ્રાહકોને સાત પ્રકારનું પેન્શન આપે છે. પેન્શનનો દાવો કરવા માટે વિવિધ નિયમો અને શરતો


નવીદિલ્હી,તા.૨૯

કોઈપણ કંપની અથવા કોઈપણ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ માટે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈઁર્હ્લં) તરફથી પેન્શન યોજના ચલાવવામાં આવે છે. ઈઁર્હ્લં પોતાના ગ્રાહકોને સાત પ્રકારનું પેન્શન આપે છે. પેન્શનનો દાવો કરવા માટે વિવિધ નિયમો અને શરતો છે. ઈઁર્હ્લં આ પેન્શન સ્કીમ ઈઁજી-૧૯૯૫ના નામથી ચલાવે છે. જે અંતર્ગત ઈઁર્હ્લં પોતાના કર્મચારીઓને પેન્શન સિવાય અન્ય ઘણા લાભો આપે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની આ યોજનાનો લાભ ત્યારે જ મળી શકે છે જ્યારે કર્મચારીએ ઓછામાં ઓછા ૧૦ વર્ષ નોકરી પૂર્ણ કરી હોય. આ યોજના ૧૯૯૫માં શરૂ કરવામાં આવી હતી. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈઁર્હ્લં) દ્વારા આપવામાં આવતા પેન્શન નીચે મુજબ છે. ચાલો જાણીએ કઈ છે આ સાત યોજનાઓ.

ઈઁહ્લ આ પેન્શન યોજના હેઠળ એવા કર્મચારીઓને લાભ આપે છે જેમણે ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ સિવાય તે ૫૮ વર્ષના થઈ ગયા હોય જાે તમારી ઉંમર ૫૦ વર્ષથી વધુ છે, તેમજ જાે તમે ૧૦ વર્ષની સેવા પૂર્ણ કરી છે અને તે પછી નોકરી છોડી દીધી છે અને એવી કોઈ સંસ્થામાં કામ નથી કરતા જ્યાં ઈઁહ્લ એક્ટ માન્ય નથી, તો આવી સ્થિતિમાં તમે દાવો કરી શકો છો. પૂર્વ પેન્શન લાભો મેળવી શકે છે.

દિવ્યાંગ હોવાના કારણે નોકરી છોડવા પર દિવ્યાંગોને પેન્શન આપી શકાય છે. આ પેન્શન મેળવવા માટે કોઈ લઘુત્તમ વય અથવા ૧૦ વર્ષની સેવાની આવશ્યકતા નથી.કર્મચારીના મૃત્યુના કિસ્સામાં કર્મચારીની પત્ની અને ૨૫ વર્ષથી ઓછી ઉંમરના બે બાળકોને એકસાથે પેન્શન મળે છે. જાે બાળક દિવ્યાંગ હોય તો તેને જીવનભર પેન્શન મળતું રહેશે.

જાે કોઈ કર્મચારી મૃત્યુ પામે છે અને તેની કોઈ પત્ની નથી તો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના બે કરતાં વધુ બાળકોને એક જ સમયે પેન્શન આપવામાં આવે છે. જ્યારે સૌથી મોટું બાળક ૨૫ વર્ષનું થશે ત્યારે પેન્શન બંધ થઈ જશે.કર્મચારીના મૃત્યુ પર નોમિની પેન્શન લઈ શકે છે. આ ત્યારે જ થઈ શકે જ્યારે તેના પરિવારમાં તેની પત્ની અને બાળકો હયાત ન હોય.જાે ઈઁર્હ્લં કર્મચારી પરિણીત છે અને મૃત્યુ પામે છે. જાે સભ્યએ કોઈને નોમિની ના બનાવ્યા હોય તો પેન્શન તેના પિતા કે માતાને આપવામાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution