epfoએ મોટી રાહત આપી ઃ ક્લેમ સેટલમેન્ટ કે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં


કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને તેના સભ્યો માટે એક મોટા ખુશખબર આપ્યા છે. હવે લોકોને ક્લેમ સેટલમેન્ટ કે અન્ય કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં, કારણ કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય નવી આઈટી સિસ્ટમ લઈને આવી રહ્યું છે. કેન્દ્રીય શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે જણાવ્યું હતું કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈઁર્હ્લં)ને આગામી ત્રણ મહિનામાં નવી માહિતી ટેકનોલોજી (ૈં્‌) સિસ્ટમમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પછી ક્લેમ કરવા અને બેલેન્સ ચેક જેવી બાબતો સરળ બની જશે. ઈઁર્હ્લં આ માટે નવી ૈં્‌ સિસ્ટમ ૨.૦૧ લોન્ચ કરવાની પણ તૈયારી કરી રહ્યું છે.

નવી સિસ્ટમ દાખલ થયા પછી જાે કોઈ સભ્ય નોકરી બદલશે તો સભ્ય આઈડી ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર રહેશે નહીં. નવું ખાતું ખોલાવવાની જરૂર રહેશે નહીં. વેબસાઈટ પહેલા કરતા વધુ સુવિધાજનક બનશે. ઈઁર્હ્લં પોર્ટલ દ્વારા તમે બેલેન્સ ચેકથી લઈને ક્લેમ સેટલમેન્ટ અને અન્ય ઁહ્લ સંબંધિત કામ પૂર્ણ કરી શકો છો.

ઘણા યુઝર્સે ઈઁર્હ્લંને ફરિયાદ કરી હતી કે પોર્ટલ પર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વર્ષે જૂલાઈમાં રિટાયરમેન્ટ ફંડ બૉડીના કેટલાક અધિકારીઓએ કેન્દ્ર સરકારને જૂના સોફ્ટવેર સિસ્ટમ વિશે ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો. જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. સૌથી મોટી સમસ્યા એ હતી કે કેટલાક લોકોને ઈઁર્હ્લં પોર્ટલમાં લોગ ઇન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઈઁર્હ્લં સભ્યોને પણ ક્લેમ સેટલમેન્ટમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ધીમા સર્વરને કારણે તેઓ તેમના પૈસાનો દાવો કરી શક્યા ન હતા.

લોકોનું માનવું છે કે પોર્ટલ પર બોજ વધી રહ્યો છે, જેના કારણે ટ્રાફિકને મેનેજ કરવામાં સમસ્યા આવી રહી છે. હાલમાં ઈઁર્હ્લં જે ૈં્‌ સિસ્ટમ પર કામ કરે છે તેની ક્ષમતા ઘણી ઓછી છે. હવે ઈઁર્હ્લં એક નવી ૈં્‌ સિસ્ટમ સાથે આવી રહ્યું છે. આ બધી સમસ્યાઓ ત્રણ મહિનામાં દૂર થઈ જશે.

અપડેટેડ સિસ્ટમમાં ક્લેમ સેટલમેન્ટ સુવિધા ઓટો પ્રોસેસિંગ મોડ પર હશે. તમામ પેન્શનરોને તેમનું પેન્શન એક નિશ્ચિત તારીખે જ મળશે. બેલેન્સ ચેક કરવાની સુવિધા પહેલા કરતા વધુ સરળ બનશે. નોકરી બદલવા પર સ્ૈંડ્ઢ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં. કોઈપણ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની સમસ્યા પણ ખતમ થઈ જશે. જ્યારે પીએફ ખાતાધારકો પાસે માત્ર એક જ ખાતું હશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution