૨૪ કલાકમાં જ કેરળમાં મોનસુનની એન્ટ્રી ઃઅન્ય રાજયોમાં ગરમી યથાવત

નવી દિલ્હી:ભીષણ ગરમીનો સામનો કરી રહેલું અડધું હિન્દુસ્તાન હવે બસ ચોમાસાની રાહ જાેઈ રહ્યું છે. હવામાન વિભાગે આ અંગે સારા સામાચાર આપ્યા છે. આજે એટલે કે ૨૯ મેથી ૩૦ મેની વચ્ચે મોનસુન ક્યારે પણ ભારતીય સીમામાં પ્રવેશી શકે છે. એટલે કે ૨૪ કલાકમાં જ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઈ શકે છે. આઈએમડીના જણાવ્યા મુજબ, આગામી ૨૪ કલાક દરમિયાન કેરળમાં મોનસૂનના આગમન માટે પરિસ્થિતિઓ અનુકુળ થયેલી છે.

કેરળમાં આ વખતે ચોમાસું સમય પહેલા દસ્તક આપી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની સામાન્ય તારીખ ૧ જૂન છે. જાે કે, તે ૩-૪ દિવસ આગળ અથવા પાછળ હોવું સામાન્ય માનવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે ચોમાસું ૩૦ મેના રોજ કેરળમાં આવી શકે છે. આ પછી રાજ્યમાં ભારે વરસાદ જાેવા મળશે. જાે કે, કેરળ પહેલાથી જ ભારે વરસાદ અને જળબંબાકારનો સામનો કરી રહ્યું છે.

ૈંસ્ડ્ઢએ કહ્યું હતું કે કેરળમાં પ્રી-મોન્સૂન વરસાદ ટૂંક સમયમાં ચોમાસાના વરસાદમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) એ આજે કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ ચાલુ છે.

તમને જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે ૧ જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને ૧૫મી જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા ૨૨મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસું સામાન્ય કરતાં ૩ દિવસ વહેલું એટલે કે ૧૯મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં અલ નીનો સિસ્ટમ નબળી પડી રહી છે અને લા નીનાની સ્થિતિ સક્રિય બની રહી છે, જે આ વર્ષે સારા ચોમાસા માટે અનુકૂળ છે. જેના કારણે ભારતમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. તે જ સમયે, લા નીના સાથે, આ વર્ષે સારા ચોમાસા માટે ઇન્ડિયન ઓશન ડીપોલ (ૈર્ંંડ્ઢ)ની સ્થિતિ પણ અનુકૂળ બની રહી છે, જે ચોમાસા માટે સકારાત્મક સંકેતો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution