કોઠંબામાં પ્રવેશદ્વારે વરસાદનું પાણી ભરાતા તળાવનું સર્જન પ્રવેશવું મુશ્કેલ



        આમ તો મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ખૂબ નહિવત વરસાદ પડેલ છે આમ છતાં આ નહિવત વરસાદમાં પણ લુણાવાડાના કોઠંબા વિસ્તારમાં વરસાદ પડતાની સાથે જ પ્રવેશદ્વારે ઢીંચણ સમા પાણી ભરાતા બહાર નીકળવું કે પ્રવેશવું મુશ્કેલ બની ગયું છે. પોલીસ મથક ચોકડી સામે પ્રવેશદ્વારે જ વરસાદથી રોડ ઉપર પાણી ભરાયા હતા જે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કે ગટર લાઈન રોડ ખાતા દ્વારા કરવામાં આવી નથી. કોઠંબા સીએચસી સેન્ટરમાં પ્રવેશવું પ્રજા માટે અને દર્દીઓ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સીએચસી આજુબાજુ દબાણ અને ખુલ્લી ગટરથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. બંને રોડ ઉપર પાણી ભરાવાથી તળાવનું સર્જન થાય છે.કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને વિભાગના નેતાઓની મિલીભગતથી કોઠંબાના તમામ રોડ અધૂરા મૂકવામાં આવેલા છે.વારંવારની રજૂઆતો કરવા છતાં સરકારી તંત્ર પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ પગલા નહીં ભરાતા બેફામ બની ગયા છે. કાચની કેબીન અને એસી ઓફિસમાં બેસી રહેલા સ્ટેટ આર એન્ડ બીના અધિકારીઓ માત્ર ફોન પર સાંત્વના જ આપે છે પરંતુ કાચની કેબીનમાંથી બહાર નીકળી પ્રજાની વેદના સાંભળવા તૈયાર નથી કે જાેવા તૈયાર નથી. આખરે રાજ્ય સરકારની વિરુદ્ધમાં ચૂંટાયેલા લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને રજૂઆત કરતા તેમને તાત્કાલિક સ્ટેટ આરએન્ડબીના અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પ્રવેશ દ્વારા પાણી હટાવી રોડ ખુલ્લો કરી રોડને ડામરિંગ કરવાની રજૂઆત કરી છે.સીએચસી સેન્ટરની આજુબાજુ પાણી ભરાતા હરીજનવાસમાથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય છે અને જેને લઈને ગંદકી પ્રસરી જાય છે. રોગચાળાની દહેશત સેવાઇ રહી છે.સીએચસી આગળ ગટરના ઢાંકણા નથી અને ખુલ્લી ગટર હોવાથી અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. હરીજન વાસના લોકોનું સાંભળનાર કોઈ નેતા નથી માટે ગંદકીમાં સબળી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution