આજે જ તમારા ઘરે માણો લસણીયા ઢોકળાનો આનંદ

સામગ્રી :

1 કપ રવો,1 કપ દહીં,લસણની પેસ્ટ,મીઠું સ્વાદનુસાર ,ખાવાનો સોડા   

બનાવવાની રીત :

 પહેલા તો તમે એક કપ સોજી લો. તેમાં એક કપ દહીં અને એક કપ પાણી એડ કરી 15 મિનિટ માટે સેટ થવા મુકો. ખીરું સેટ થઈ જાય એટલે તેના 2 સરખા ભાગ કરી લો.હવે એક ભાગમા ખાવાનો સોડા મિક્સ કરી ઢોકલીયામા થોડું પાણી નાખી, એક ડિસમા તેલ લગાવી, તૈયાર ખીરું ડીસમાં નાખીને 5 મિનીટ સુધી થયા દો.લસણની ચટણીમા થોડું ખીરું મિક્સ કરો. 5 મિનિટ બાદ લસણની ચટણી વાળુ ખીરું ઢોકળા પર સ્પ્રેડ કરો. 2 મિનિટ બાદ બાકી બચેલા ખીરા મા ખાવાનો સોડા મિક્સ કરી ઢોકળા પર સ્પ્રેડ કરો. 5 મિનિટ થયા દો. તો તૈયાર છે લસણીયા ઢોકળા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution