ઇંગ્લેન્ડે નામિબિયાને 41 રને હરાવ્યું:સુપર-8માં પહોંચ્યું,


નવી દિલ્હી: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે T-20 વર્લ્ડ કપના સુપર-8ની પોતાની આશા અકબંધ રાખી હતી. શનિવારે રાત્રે વરસાદથી પ્રભાવિત મેચમાં ટીમે નામિબિયાને 41 રનથી હરાવ્યું હતું. આ પછી ઇંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયા પર નિર્ભર હતું અને કાંગારૂઓએ પણ રવિવારે સવારે રમાયેલી મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું હતું. આમ ગ્રૂપ-Bમાંથી ઓસ્ટ્રેલિયા પછી ઇંગ્લેન્ડ પણ સુપર-8માં પહોંચી ગઈ છે.3 કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં ઇંગ્લિશ ટીમને નસીબ, હવામાન અને પિચનો સાથ મળ્યો. એન્ટિગુઆમાં તૂટક તૂટક વરસાદ પડ્યો અને ઓવરો ટૂંકી કરવી પડી.નામિબિયાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. ઇંગ્લેન્ડે નિર્ધારિત 10 ઓવરમાં 5 વિકેટે 121 રન બનાવ્યા હતા, પરંતુ DLS (ડકવર્થ લુઇસ સ્ટર્ન) પદ્ધતિ હેઠળ લક્ષ્યાંક 122 થી વધારીને 127 કરવામાં આવ્યો હતો.જવાબમાં નામિબિયાની શરૂઆત ધીમી રહી હતી અને ટીમ નિર્ધારિત 10 ઓવરમાં 3 વિકેટે 84 રન જ બનાવી શકી હતી. હેરી બ્રુક પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. તેણે 20 બોલમાં અણનમ 47 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે 20 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી જ્યારે લિયામ લિવિંગસ્ટોન 4 બોલમાં 13 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મોઈન અલીએ 6 બોલમાં 16 રન બનાવ્યા હતા. જોની બેયરસ્ટોએ 31 રન અને ફિલ સોલ્ટે 11 રનનું યોગદાન આપ્યું હતું. જોસ બટલર ખાતું ખોલાવી શક્યો ન હતો. રૂબેન ટ્રમ્પલમેનને 2 વિકેટ મળી હતી. એક વિકેટ ડેવિડ વિઝેને મળી હતી.નામિબિયા માટે માઈકલ વેન લિંગેને 33 રન બનાવ્યા જ્યારે ડેવિડ વિઝે 27 રન બનાવ્યા. નિકો ડિવાઇન 16 બોલમાં 18 રન બનાવીને નિવૃત્ત થયો હતો. જોફ્રા આર્ચર અને ક્રિસ જોર્ડનને એક-એક વિકેટ મળી હતી.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution