જયપુર-
રાજસ્થાનની રાજનિતી દરેક ક્ષણે નવા વંળાક લઇ રહી છે, ત્યારે ,સચિન પાયલોટે તમામ અટકળોનો અંત લાવીને સચિન પાયલોટે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. સચિન પાયલોટ ગઈકાલે દિલ્હી પહોંચ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાજસ્થાન સરકાર ઉપર સંકટના વાદળો છવાયેલા છે.
સુત્રોએ દાવો કર્યો હતો કે સચિન પાયલોટને ઘણા ધારાસભ્યોનો ટેકો છે અને તે ભાજપના નેતાઓના સંપર્કમાં છે. ત્યારબાદ, ત્યાં અટકળોએ વેગ પકડ્યો હતો. જેના પર સચિન પાયલોટે ખુદ સ્ટોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહીં.
ત્યારે આજે સચિન પાયલોટને મનાવવા માટે કોગ્રેસના વરિષ્ઠ નેતા રણદિપ સુરજેવાલે પ્રયાસ કર્યા હતો પરંતુ પાયલોટે કગ્યુ હતુ કે મારી સાથે સમજૂતીની કોઈ શરત રાખી નથી, અને તેમની વાતો કોઈ હાઈકમાન્ડ સાથે ચાલી રહી નથી. પાયલોટ જૂથનું કહેવું છે કે અશોક ગેહલોત પાસે કોંગ્રેસના માત્ર MLA 84 ધારાસભ્યો છે, બાકીની અમારી સાથે છે. જ્યારે અશોક ગેહેલૌત 109 MLAનો દાવો કરી રહ્યા છે.