મથુરા
વિમાનનું એન્જિનમાં અચાનક ખામી આવતા યમુના એક્સપ્રેસ વે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટના હકીકતમાં મથુરા નજીક યમુના એક્સપ્રેસ વે પર એન્જિનમાં ખામી હોવાને કારણે તેની ઇમરજન્સી લેન્ડિંગ યમુના એક્સપ્રેસ વેના માઇલ સ્ટોન-૭૨ પર કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર હરિયાણાના નારનૌલથી ઉડાન ભરતા પ્વિમાનનું ઉતરાણ રત્ન ટોલથી થોડે દૂર આવ્યું હતું. આ વિમાન નારનૌલથી અલીગઢ જવા માટે ઉડ્યું હતું. પરંતુ તે પછી અચાનક તેના એંજિનમાં ખામી આવી હતી. જે પછી તેનું ઉતરાણ રસ્તા પર કરવામાં આવ્યું હતું.
જો કે આ ઘટનામાં બધા સુરક્ષિત છે. અહેવાલો અનુસાર વિમાનના કટોકટી ઉતરાણ પછી તરત જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ટ્રાફિકને થોડા સમય માટે અટકાવ્યો હતો. આ વિમાનને કારણે દો ૧.૫ કિ.મી. અગાઉથી ટ્રાફિક ને રોકી દીધો હતો. ઘટના સ્થળે પહોંચેલા ઇન્સ્પેક્ટર લોકેશ ભાટીએ જણાવ્યું હતું કે આ વિમાનના બંને પાઇલટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. કંટ્રોલરૂમને સમાચાર આપ્યા બાદ મેન્ટેનન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી.