એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર અબજાેપતિ બની ગયા


વોશિગ્ટન:બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલોન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ટેસ્લાના શેરમાં ૫ ટકાથી વધુના વધારાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. ટેસ્લાએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ છેલ્લા ૬ વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્કના ઇં૪૪ બિલિયનના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે સોમવારે ટેસ્લાના શેરમાં વધારો જાેવા મળ્યો હતો. એલોન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર અબજાેપતિ બની ગયા છે. સોમવારે તેમની સંપત્તિમાં ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો જાેવા મળ્યો હતો.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એલોન મસ્ક ફરી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. ટેસ્લાના શેરમાં ૫ ટકાથી વધુના વધારાને કારણે એલોન મસ્કની સંપત્તિમાં વધારો થયો છે. ટેસ્લાએ એલોન મસ્કના નેતૃત્વ હેઠળ છેલ્લા ૬ વર્ષથી પ્રગતિ કરી, જેના માટે કંપનીના શેરધારકો દ્વારા મસ્કના ઇં૪૪ બિલિયનના પગાર પેકેજને મંજૂરી આપવામાં આવી. આ જ કારણ છે કે સોમવારે ટેસ્લાના શેરમાં વધારો જાેવા મળ્યો હતો.

ઈફ કંપનીના સીઇઓ ફરી એકવાર અબજાેપતિઓની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે.તેમની નેટવર્થમાં રૂ. ૫૬ હજાર કરોડથી વધુનો વધારો જાેવા મળ્યો હતો. મસ્ક પ્રથમ સ્થાને આવ્યા બાદ જેફ બેઝોસ ફરી એકવાર બીજા સ્થાને સરકી ગયા છે. બંને વચ્ચે સંપત્તિનો તફાવત હવે ૨૫ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની સંપત્તિમાં ૬.૭૪ બિલિયનનો વધારો થયો છે. જાે ભારતીય રૂપિયામાં જાેવામાં આવે તો મસ્કની કુલ નેટવર્થ ૫૬ હજાર કરોડ રૂપિયાથી વધુ વધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution