પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાત્ર લોકો ૭ દિવસની અંદર સબસિડી મેળવી શકે છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી ૨૦૨૪માં સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સરકારે પાત્ર લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનો દાવો કર્યો હતો. આ માટે સરકાર દ્વારા ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવી રહી છે. તેના પર આપવામાં આવતી સબસિડીની રકમ ૭૮૦૦૦ રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ યોજનાને લઈને એક નવું અપડેટ આવ્યું છે.

નોંધનીય છે કે સરકાર પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને વહેલી તકે સબસિડી આપવા પર વિચાર કરી રહી છે, જેથી હવે લોકોને વધુ રાહ જાેવી ન પડે. મીડિયા અહેવાલો અનુસાર, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાત્ર લોકો ૭ દિવસની અંદર સબસિડી મેળવી શકે છે. જેણે પણ આ યોજના માટે અરજી કરી છે તેઓ જાે પાત્ર જણાશે તો આ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે. અત્યાર સુધીમાં ૧.૩૦ કરોડ લોકોએ આ યોજના માટે અરજી કરી છે. યોજનાનો ઉદ્દેશ લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવાનો અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ તમે ઘરે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો અને સરકારને પણ વેચી શકો છો.

નોંધનીય છે કે એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં સબસિડી સંબંધિત દાવાઓને એક મહિનાની અંદર સેટલ કરવાના હોય છે. પરંતુ ભવિષ્યમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશનને તેમાં સામેલ કરવામાં આવશે જેના કારણે સબસિડીમાં ચેક અને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન ખતમ થઈ જશે. સરકારના આ ર્નિણયથી સબસિડીની પ્રક્રિયા ઝડપી બનશે. આ ઉપરાંત નેશનલ પોર્ટલ દ્વારા સબસિડીની ચુકવણી માટે બેક-એન્ડ ઇન્ટીગ્રેશન પણ ઝડપી કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દેશની આગામી પેઢીને આર્થિક રીતે મજબૂત અને સ્વતંત્ર બનાવવા માટે એક મોટી યોજનાની શરૂઆત કરવા જઇ રહી છે. આ અંતર્ગત બાળકો માટે પેન્શન ખાતું ખોલાવી શકાય છે. નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ આજે (૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪) બપોરે ૩ વાગ્યે દ્ગઁજી વાત્સલ્ય યોજના શરૂ કરશે. આ યોજનાની જાહેરાત ૨૦૨૪-૨૫ના બજેટમાં કરવામાં આવી હતી. આ યોજનામાં સબ્સ્ક્રાઇબ કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution