ઇલેક્ટ્રિક કારનું વેચાણ ૧.૩૦ થી ૧.૫૦ લાખ સુધી પહોંચવાનું અનુમાન


મુંબઇ,તા.૧

દેશના ઓટોમોબાઇલ સેક્ટરનું દમદાર પ્રદર્શન આગામી સમયમાં પણ યથાવત્‌ રહેવાની આશા છે. ક્રેડિટ રેટિંગ એજન્સી કેરએજના રિપોર્ટ અનુસાર ચાલુ નાણાકી વર્ષમાં કારોનું વેચાણ ૩-૫% વધવાની આશા છે. આ વર્ષે ઇલેક્ટ્રિક કારનું વેચાણ ૧.૩૦ થી ૧.૫૦ લાખ સુધી પહોંચવાનું અનુમાન છે. ગત વર્ષે ૯૦,૪૩૨ ઇ-કારનું વેચાણ થયું હતું.

ગત બે વર્ષ દરમિયાન ઇન્ડસ્ટ્રીએ કોવિડ બાદ માંગ નીકળતા અને નવી પ્રોડક્ટ્‌સના દમ પર ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાવી હતી. આમાં જીેંફની ભૂમિકા મહત્વની હતી. જીેંફનું વેચાણ ૨૦૨૧-૨૨માં ૪૧% અને ૨૦૨૨-૨૩માં ૩૩.૨% વધવાની ધારણા હતી. યુટિલિટી વાહનો હાલમાં કુલ કારના વેચાણમાં ૫૫% થી વધુ હિસ્સો ધરાવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં તે ૧૦-૧૫% હતો. તેનો અર્થ એ છે કે, તે દરમિયાન, કુલ કાર વેચાણમાં જીેંફ નો હિસ્સો વાર્ષિક ૧૫.૫૧% ના દરે વધ્યો છે.

લક્ઝરી અને હાઇ એન્ડ મૉડલની માંગમાં ઉછાળાને કારણે પ્રીમિયમ વાહનોના માર્કેટમાં તેજીનું અનુમાન છે. જ્યારે એન્ટ્રી લેવલ વેરિએન્ટની માંગમાં ઘટાડો જાેવા મળી શકે છે. ગ્રામીણ ક્ષેત્રમાં દબાણ અનુભવાઇ રહ્યું છે કારણ કે એન્ટ્રી લેવલના વાહનો વધુ મોંઘા થઇ રહ્યા છે, જ્યારે શહેરના ગ્રાહકો ઝડપી ગતિએ જીેંફનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે, જે માર્કેટની પ્રાથમિકતામાં પરિવર્તન દર્શાવે છે.ઓટો ઇન્ડસ્ટ્રીઝમાં મજબૂત ગ્રોથ રહ્યો છે. ખાસકરીને ઇલેક્ટ્રિક કારનું વેચાણ ઝડપભેર વધવા લાગ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ પર્યાવરણ મુદ્દે વધી રહેલી જાગૃતત્તા, ઝડપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાનું તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલીટીના ચીફ કોર્મશિયલ ઓફિસર વિવેક શ્રીવાસ્તવે દર્શાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે મેટ્રો ઉપરાંત ટીયર ૨-૩માં વેચાણ ગ્રોથ ઝડપી રહ્યો છે કુલ વેચાણમાં આ સેગમેન્ટનો હિસ્સો ૪૫ ટકાથી વધુ છે. ગ્રામ્યમાં મજબૂત ગ્રોથ પાછળનું મુખ્ય કારણ હોમ ચાર્જીંગ સરળ છે. આ ઉપરાંત રૂફટોપ સોલાર, પાર્કિંગની જગ્યાની સગવળના કારણે માગ ઝડપી વધી રહી છે. તાતા મોટર્સ પેસેન્જર વ્હિકલ ઇવીને પ્રાધાન્ય આપવા માટે અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા ઓઇલ કંપનીઓ તથા સ્ટાર્ટઅપ સાથે જાેડાણ કરીને નેટવર્ક વિસ્તારી રહી છે. ઇલેક્ટ્રિક કારમાં રેન્જ ગ્રાહકોમાં મહત્વનો પ્રશ્ન હોય છે. અત્યાર સુધી લોકોમાં એવી માન્યતા હતી કે ઇવી એટલે શહેર પુરતું જ મર્યાદિત રહે. પરંતુ ટેક્નોલોજીના વ્યાપથી હવે સિંગલ ચાર્જમાં ૩૦૦ કિલોમીટરની રેન્જ ઉપલબ્ધ છે તેમજ હાઇવે પર ચાર્જિંગ ઇન્ફ્રાની ઉપલબ્ધી ઝડપી વધી છે જેનો લાભ ઇન્ડસ્ટ્રીઝને મળી રહ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution